મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

શ્રીલંકામાં ઈંધણ હવે ખતમ થવાના આરે પહોંચી ગયું :IOCએ પેટ્રોલ વેચાણની મર્યાદા નક્કી કરી

સરકારે દેશભરમાં તેલના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો; તેલ માત્ર આવશ્યક સેવાઓ માટે જ આપવામાં આવશે

કોલંબો :  શ્રીલંકામાં આર્થિક સંકટ સતત ઘેરી બની રહ્યું છે. સ્થિતિ એવી છે કે દેશમાં ઈંધણ હવે ખતમ થવાના આરે પહોંચી ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે દેશભરમાં તેલના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેલ માત્ર આવશ્યક સેવાઓ માટે જ આપવામાં આવી રહ્યું છે. સરકારે 10 જુલાઈ સુધી આ પ્રતિબંધો લાદ્યા છે. સ્થિતિને જોતા લંકા IOCએ તાત્કાલિક અસરથી પેટ્રોલના વેચાણની મર્યાદા નક્કી કરી છે. હાલમાં ભારત દ્વારા ધિરાણની સુવિધાને કારણે દેશમાં તેલનો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. જો કે, આ અઠવાડિયે સરકારે સંકેત આપ્યો છે કે હવે તેઓ પરિસ્થિતિને પાટા પર લાવવા માટે કડક પગલાં લેવા માટે મજબુર બન્યા છે. જેમાં તેલના વેચાણ પર પ્રતિબંધ સામેલ છે.

(12:10 am IST)