મુખ્ય સમાચાર
News of Saturday, 29th June 2019

સૌથી વધુ વાપીમાં 8 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો

ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા : વાહન વ્યવહારને અસર

વાપી : રાજ્યમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વાપીમાં વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં વાપીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.ભારે વરસાદ આવતા વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા છે.

 અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે.પાણી ભરાતા હાલમાં અંડરપાસ બંધ કરાયો છે.વરસાદ આવતા પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

(4:30 pm IST)