મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

હવે હજ યાત્રા મોંઘી બની:10મી જુલાઈ સુધીમાં વધારાનો ચાર્જ ચૂકવવો પડશે

સાઉદી સરકારે સુવિધાઓના નામે વસૂલવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો

વર્ષ 2018માં હજયાત્રા મોંઘી બની છે. હવે હજયાત્રીઓએ 7,000થી વધુ રકમ વધારાની ચૂકવવી પડશે. સાઉદી સરકારે સુવિધાઓના નામે વસૂલવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો છે. વધારાનો ચાર્જ જમા કરાવવા માટે 10 જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પ્રકારનો વધારાનો ચાર્જ લગાવવામાં આવતાં હજયાત્રીઓ નારાજ થયા છે. રિપિટર હજયાત્રીઓએ પણ વધારાનાં નાણાં ચૂકવવાં પડશે.

(12:03 am IST)