મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

ટાઇપિંગ કરીને પેટિયું રળતાં 72 વર્ષનાં માજી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

મેન્યુઅલી ટાઇપ કરવાની માજીની સ્પીડ અને સ્ફૂર્તિ ગજબનાક

ભોપાલ :ટાઈપિંગ કરીને પેટિયું રળતા એક 72 વર્ષના માજી સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા છે મધ્યપ્રદેશના સિહોર શહેરમાં કલેક્ટર ઓફિસની બહાર એક માજી લાકડાનું સ્ટૂલ અને ટેબલ લઇને ટાઇપિંગ કરતાં જોવા મળે છે. આ માજીની ઉંમર 72 વર્ષની છે. તેમનું નામ લક્ષ્મીબાઇ છે. જૂના ટાઇપરાઇટર પર મેન્યુઅલી ટાઇપ કરવાની માજીની સ્પીડ અને સ્ફૂર્તિ ગજબનાક છે એટલું જ નહીં, કામ કરતાં કરતાં તેઓ અન્ય ગ્રાહકો સાથે વાતચીત પણ કરતાં જાય છે. તેમનો વીડિયો પોસ્ટ કરતા વાઇરલ બન્યો હતો.

(11:42 pm IST)