મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

હવ મેસેજને કંટ્રોલ કરી શકશે ગ્રુપ એડમીન :whatsappમાં આવ્યું નવું ફીચર

ગ્રુપ સેટિંગ મેન્યુમાં એક નવુ ઓપ્શન સ્વરૂપે સેન્ડ મેસેજીસ નામેં જોડાયું

 

નવી દિલ્હી :હવે મેસેન્જિંગ એપ વ્હોટ્સ એપમાં નવું ફીચર્સ આવી રહયું છે તેમાં ગ્રુપ એડમિનનાં કંટ્રોલમાં વધારો કર્યો છે  ફીચર એન્ડ્રોઇડ માટે વ્હોટ્સએપ બીટા વર્ઝન 2.18.201 પર અને આઇફોનનાં માટે સ્ટેબલ વર્ઝન 2.18.70 પર રોલ આઉટ કરી દેવાયુ છે નવા ફિચરથી કોઇ વ્હોટ્સએપ ગ્રુપનાં તે ગ્રુપનાં સભ્યો દ્વારા મોકલવામાં આવતા મેસેજને કંટ્રોલ કરી શકશે. ટુંકમાં ફીચર તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે.

  ફીચર ગ્રુપ સેટિંગ મેન્યુમાં એક નવુ ઓપ્શન સ્વરૂપે જોડવામાં આવ્યું છે. જેને સેન્ડ મેસેજીસ નામ આપવામાં આવ્યું છે. ફિચર ગ્રુપ સેટિંગ મેન્યુમાં એક નવા ઓપ્શન સ્વરૂપે જોડવામાં આવ્યું છે. જેને સેન્ડ મેસેજનું નામ આપવામાં આવ્યું છે. તેનાથી મેસેજ મોકલવા માટે ગ્રુપના એડમિન્સ અથવા તમામ સભ્યોની પસંદગી કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર ફીચરને થોડા દિવસોમાં  તમામ યુઝર્સ માટે જાહેર કરવામાં આવશે.

  નવા સેન્ડ મેસેજ ઓપ્શનને એડિટ ગ્રુપ ઇન્ફો સાથે ગ્રુપ સેટિંગમાં જોડવામાં આવશે. સાથે ગ્રુપનાં તમામ સભ્યોને ટેક્સ્ટ મેસેજ દ્વારા તેની માહિતી આપવામાં આવશે. વ્હોટ્સ એપનું પગલું ભારતમાં બિઝનેસ એકાઉન્ટને જોતા ઉઠાવવામાં આવ્યું છે. ફીચર દ્વારા હવે ગ્રુપનાં સભ્યોને બિન જરૂરી મેસેજ મોકલતા અટકાવી શકાશે

   અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સ એપ પર તેની પહેલા ગ્રુપનાં એડમીનની ગ્રુપનું ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવું પડશે અને ગ્રુપ એડમિશન ને રિમૂવ કરવાનો કંટ્રોલ આપવામાં આવ્યો છે. અપડેટ સાથે વ્હોટ્સએપ પર કોઇ પણ અન્ય એડમીન દ્વારા ગ્રુપનાં ક્રિએટરને હટાવવાનું ઓપ્શન પણ હટાવી દેવામાં આવ્યું છે

 

(9:51 pm IST)