મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

આકાશ અને શ્લોકાની સગાઇ પહેલાની પાર્ટીમાં બોલિવુડ અને રાજકીય હસ્‍તીઓનો જમાવડોઃ નીતા અંબાણીઅે કાઇપો છે અને શુભારંભ ગીત ઉપર ડાન્સ કર્યો

મુંબઇઃ કાલે રિલાયન્‍સ પરિવારના મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશની શ્લોકા મહેતા સાથે સગાઇ થનાર છે. તે પહેલા અંબાણી પરિવાર આયોજીત પ્રિ-અેન્‍ગેજમેન્‍ટ પાર્ટીમાં બોલિવુડ અને રાજકીય હસ્‍તીઓનો જમાવડો જામ્યો હતો.

સગાઈ પહેલા મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલામાં એક પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. આ પાર્ટીમાં અનેક બોલિવુડ અને રાજકીય હસ્તીઓ સામેલ થઈ હતી.

સમગ્ર અંબાણી પરિવાર જશ્નમાં ડૂબેલો જોવા મળ્યો. પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો નીતા અંબાણીના ડાન્સનો પણ છે. નવી વહુને આવકાર આપવા સાસુ નીતા અંબાણીએ ડાન્સ કર્યો. કાઈ પો છેફિલ્મના ગીત શુભારંભપર નીતા અંબાણીએ ડાન્સ પરફોર્મંસ આપ્યું. આ કાર્યક્રમમાં નીતા અંબાણીએ લાલ રંગની ડિઝાઈનર સાડી પહેરી હતી. નીતા અંબાણી બેહદ ખૂબસુરત લાગી રહ્યા હતા.

પાર્ટીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઈશા આકાશ અને શ્લોકાનું રિવાજો પ્રમાણે સ્વાગત કરે છે. ઈશા નવી જોડીની આરતી ઉતારે છે. જે બાદ શ્લોકા ઈશાને પગે લાગે છે. ત્યારે ઈશા શ્લોકાને ભેટી પડે છે. જણાવી દઈએ કે ઈશા અને શ્લોકા બાળપણના ફ્રેંડ્સ છે. અને બંને વચ્ચેનું બોન્ડિંગ અવારનવાર તસવીરોમાં જોવા મળે છે.

(5:44 pm IST)