મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

સ્વીસ બેંકકાંડ : સ્વામીએ કટાક્ષ કરી મોદી સરકારને લીધી આડેહાથ

ભાજપના નેતાએ જ પોતાની સરકાર ઉપર કર્યા પ્રહારો

નવી દિલ્હી, તા. ર૯ : ભ્રષ્ટાચાર અને કાળાનાણા પર રોક લગાવવાનો દાવો કરતી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો છે. સ્વીસ બેંક દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ગયા વર્ષે અહીં જમા થયેલ ભારતીય નાણામાં પ૦ ટકાનો વધારો થયો છે. આ આંકડા જાહેર થયા પછી સરકાર વિપક્ષોના નિશાન પરતો છે પણ હવે તેના પર ઘરમાંથી પણ હુમલો થયો છે.

ભાજપા નેતા સુબમણ્ય સ્વામીએ આ બાબતે નાણામંત્રાલયના સચિવ હસમુખ અઢીયા પર સીધો હુમલો કર્યો છે. શુક્રવારે સવારે ટવીટ કરતા તેમણે કહ્યું કે સચિવ અઢીયાની મોટી કામીયાબી, એક તરફ આખી દુનિયાની સ્વીસ બેંકમાં ડીપોઝીટ ૩ ટકા વધી છે ત્યારે ભારતીયોની ડીપોઝીટ પ૦ ટકા વધી ગઇ છે. તેમણે લખ્યું કે અઢીયા આનાથી પણ વધારે મેનેજ કરી શકત જો રાજેશ્વર (ઇડી અધિકારી) વચ્ચેના આ વાત જણાવી દઇએ કે સ્વામી પોતાની સરકાર વિરૂદ્ધમાં બોલ્યા હોય તેવું પહેલી વાર નથી બન્યું. આ પહેલા પણ તે અરૂણ જેટલીના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવી ચૂકયા છે અને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે પોતાને નાણામંત્રી બનાવવાની વાત કરતા રહ્યા છે.

(12:54 pm IST)