મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

ઇલેકટ્રીક-ઇલેકટ્રોનિક માર્કેટને GSTને કારણે લાગ્‍યો છે ૪૪૦ વોલ્‍ટનો જોરદાર આંચકો

GST પછી ધંધા ઘટી ગયા પણ વેપારી ધંધે લાગી ગયો : બુક વર્ક વધી ગયુ છેઃ એક ગ્રાહક ૩ વસ્‍તુ લ્‍યે તો ત્રણ-ત્રણ બીલ દેવા પડી રહ્યા છે

અલ્‍હાબાદ તા. ર૯ :  જીએસટીએ ઇલેકટ્રીક અને ઇલેકટ્રોનીક માર્કેટને પણ ઝટકો આપ્‍યો છે. અલ્‍હાબાદમાં ઇલેકટ્રીક અને ઇલેકટ્રોનીક માર્કેટનું રોજનું ટર્ન ઓવર ૧૦ કરોડ રૂપિયા જેવું છે. પરંતુ પહેલા નોટબંધી અને પછી જીએસટી લાગુ પડયા પછી અલ્‍હાબાદમાં એક વર્ષમાં તેમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે જીએસટી લાગુ થયા પછી તેની અસર વેપાર પર ઓછી અને વેપારીઓ પર વધુ થઇ છે.

જીએસટીમાં ટેક્ષ સ્‍લેબ વધારીને ૧ર માંથી ર૮ ટકા કરાયો છે. જો કોઇ ગ્રાહક એક લાખનો સામાન ખરીદે તો ર૮ હજાર તો ટેક્ષ લાગે છે જે બીલમાં સીધો દેખાય છે.

ઇલેકટ્રીક ઉપકરણના વેપાર સાથે જોડાયેલા દુકાનદારોનું કહેવું છે કે જીએસટી પહેલા વેટમાં વિભીન્ન ઉપકરણો ઉપર ૧૩.રપ ટકા ટેક્ષ લાગતો હતો. તેને સરકારે પ, ૧ર અને ર૮ એમ ત્રણ સ્‍લેબમાં વહેંચી દીધો છે. આના લીધે એક ગ્રાહકને ત્રણ વસ્‍તુ ખરીદવાની હોય તો તેને ત્રણ અલગ અલગ બીલ બનાવીને આપવા પડે  છે. તેના લીધે ચોપડા ચીતરવાનું બહુ વધી ગયું છે. શહેરમાં ઇલેકટ્રીક ઉપકરણોની વાત કરીએ તો વિજળીના પ્‍લગ, પંખા, ઇષાી, વાયર જેવો સામાન જુદા જુદા રાજયોમાંથી આવે છે. કેટલોક સામાન રાજસ્‍થાનના ઔદ્યોગીક વિસ્‍તારોમાંથી આવે છે. દિલ્‍હીથી આવતા ઇલેકટ્રીક સાધનોનો કોઇ હીસાબ રખાતો નહોતો તેને એમને એમજ વેચી દેવાતો હતો.

કેન્‍દ્ર સરકારે ટીવી, ફ્રીઝને ર૮ ટકાના ટેક્ષ વિભાગમાં લેવાની સાથે પ૦ હજારથી વધુ કિંમતના સામાન પર ઇ-વે બીલ ફરજીયાત કરી દીધું છે. હવે કોઇપણ સારી કંપનીના ફ્રીઝ, ટીવી કે એસી પ૦ હજારથી ઓછામાં નથી આવતું એટલે સરકારે ઇલેકટ્રોનીક વેપારમાં ઇ-વે બીલની સીમા પ૦ હજારથી વધારીને ૧ લાખ કરવી જોઇએ.

આ બાબતે વેપારીઓએ બળાપો કાઢતા કહ્યું કે જીએસટી આવ્‍યા પછી ટેક્ષમાં ઓવર ઓલ વધારો તો ચારથી પાંચ ટકા થયો છે. પણ અમારી મુસીબતો અનેક ગણી વધી છે. બીજા વેપારી અનુસાર ઇષાી અને મીક્ષર બે એવા ઉત્‍પાદનો છે જે ગરીબો પણ વાપરે છે. તેને ર૮ ટકાના સ્‍લેબમાં મુકાયા હોવાથી આ ઉપકરણો મોંઘા થઇ ગયા છે. ઉપરાંત જીએસટીમાં રીર્ટનની સાથે પેનલ્‍ટીના બોજના લીધે વેપાર કરવામાં મુશ્‍કેલી થઇ રહી છે. એક ઇલેકટ્રોનીકસના વેપારીએ કહ્યું કે ટીવી અને ફ્રીઝ આજે દરેક ઘરમાં જરૂરીયાતની ચીજો છે તેના પર ટેક્ષ ર૮ ટકાના બદલે ઓછો હોવો જોઇએ.

(10:46 am IST)