મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

આગામી ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે ખતરનાક: આરબીઆઈના રીપોર્ટમાં દાવો

શેરબજાર પર લિસ્ટેડ કુલ ૩૮ બેંકોની બેડ લોનનો આંકડો ૧૦ લાખ કરોડને પાર કરી ગયો

નવી દિલ્હી :આરબીઆઈના તાજેતરના રીપોર્ટ દેશમાં સતત કથળતા જતા બેકિંગ સેક્ટરનુ ગંભીર ચિત્ર સ્પષ્ટ કર્યુ છે. રીપોર્ટ મુજબ આગામી ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજુ કરેલો તાજેતરનો અહેવાલ સરકાર માટે આગામી સમય સંકટ લાવનારો હોવાનો સંકેત આપી રહ્યો છે.

  આરબીઆઈના ફાયનાન્સિયલ સ્ટેબિલીટી રીપોર્ટ મુજબ, આગામી બેથી ત્રણ ક્વાર્ટર એટલે કે ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે વધુ ખરાબ સમય લાવશે અને આ ફક્ત સરકારી બેંકોની વાત નથી. સમગ્ર બેકિંગ સેક્ટર આ ખરાબ સમયની ચપેટમાં આવી જ જશે. ગત નાણાંકીય વર્ષ બેકિંગ સેક્ટર માટે ખૂબ જ ખરાબ રહ્યુ હતું. બે સરકારી બેંકોને બાદ કરતા તમામ સરકારી બેંકોએ ૮૭ હજાર કરોડ રુપિયાની જંગી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો.

બેકિંગની આ બદ્‌તર હાલત ફક્ત સરકારી બેંકો પૂરતી સિમિત નથી રહી. વધતી જતી એનપીએના કારણે શેરબજાર પર લિસ્ટેડ કુલ ૩૮ બેંકોની બેડ લોનનો આંકડો ૧૦ લાખ કરોડને પાર કરી ગયો. રીઝર્વ બેંકનો દાવો છે કે હાલના ક્વાર્ટરમાં કોમર્શિયલ બેંકોની બેડ લોન વધી રહી છે. સાથે જ ચાલુ નાણાંકીય વર્ષના આગામી ક્વાર્ટરમાં બેંકોનો નફો ઘટવાની સાથે તેમની સંપત્તિ પર ખતરો વધી રહ્યો છે.

(12:00 am IST)