મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

ઉડાન સ્કીમ વિદેશી એરલાઈન્સને પણ સબસીડી મળશે

આસિયાન રૂટમાં સરકાર એક વર્ષ માટે નાણાકીય ટેકો પૂરો પાડશે અને અને તે મર્યાદિત બેઠકો માટે હશે

મુંબઈઃ વિદેશી કંપનીઓ જેવી કે સિંગાપોર એરલાઇન્સ (એસઆઇએ), થાઇ એરવેઝ અને મલેશિયન એરલાઇન્સને પણ ભારતમાંથી સબસિડી મળશે, પણ તેમની ઇન્ટરનેશનલ ઉડાન સ્કીમ હેઠળ ભારત અને આસિયાન દેશો હેઠળ સસ્તી ફ્લાઇટ્સની પસંદગી થવી જોઈએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ નાના શહેરોના લોકો પણ વિમાનમાં ઉડી શકે તે માટે રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (આરસીએસ) શરૂ કરી છે અને તેને ઉડાન નામ આપ્યું છે. તેના દ્વારા એરલાઇન્સને સસ્તી ફ્લાઇટ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. તેની સફળતાથી પ્રોત્સાહિત થઈને હવે ભારતીય શહેરોને આસિયાન બ્લોક માટે જોડવાનું આયોજન કરવામાં આવનાર છે.

ભારત અને આસિયાન દેશો વચ્ચેના નિર્દિષ્ટ સ્થાનિક અને ઇન્ટરનેશનલ કેરિયર બંને તેમા દ્વિપક્ષીય એર સર્વિસ એગ્રીમેન્ટ્સ (એએસએ) હેઠળ ભાગ લઈ શકશે. આસિયાન રૂટમાં સરકાર એક વર્ષ માટે નાણાકીય ટેકો પૂરો પાડશે અને અને તે મર્યાદિત બેઠકો માટે હશે.

(12:00 am IST)