મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

કોઈ માણસ બીજા સાથે મળીને પોતાની પુત્રવધૂ પર બળાત્કાર કરે તે બાબત ભારતીય સંસ્કૃતિમાં અસ્વાભાવિક છે : પુત્રવધૂ પર બળાત્કાર કરવાના આરોપીના આગોતરા જામીન અલ્હાબાદ હાઈકોર્ટે મંજૂર કર્યા

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે પુત્રવધૂ પર બળાત્કાર કરવાના આરોપમાં આરોપીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને કહ્યું હતું કે તે સંપૂર્ણપણે અકુદરતી/અસ્વાભાવિક છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ સસરા અન્ય સાથે મળીને તેની જ પુત્રવધુ પર બળાત્કાર કરે.જસ્ટિસ અજિત સિંહની બેન્ચે આરોપી-બાબુ ખાન (પીડિતાના સસરા)ને આગોતરા જામીન આપતાં ઉપરોક્ત અવલોકન કર્યું હતું .

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે એવું લાગે છે કે સમાજમાં આરોપીની  પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અથવા અપમાનિત કરવા માટે આ આરોપ ખોટી રીતે લગાવવામાં આવ્યો છે.

પીડિતાનો આરોપ છે કે તેના સસરા સહ-આરોપી સાથે પીડિતાના ભાઈના ઘરે આવ્યા અને તેમને પૂછ્યું કે શું તમારો ભાઈ ઘરમાં છે. જ્યારે પીડિતાએ તેમને કહ્યું કે તેનો ભાઈ ઘરે નથી, ત્યારે સસરા/આરોપીઓએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને જ્યારે પીડિતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના સસરાએ તેને પલંગ પર ધક્કો માર્યો અને ત્યારબાદ બંને આરોપીઓએ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો. અરજદાર (ખાન)ના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં અન્ય સહ-આરોપી મોહમ્મદ હારૂનને હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. તેથી, તે સમાનતાના આધારે આગોતરા જામીન માટે પણ હકદાર છે.

આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, કોર્ટે, આરોપી ખાનને આગોતરા જામીન આપતા, અવલોકન કર્યું કે, "કેસની યોગ્યતા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યા વિના અને આરોપોની પ્રકૃતિ, અરજદારનો ભૂતકાળ અને તેની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના આપણી ભારતીય સંસ્કૃતિમાં તે તદ્દન અકુદરતી છે કે સસરા પોતે અને કોઈ અન્ય વ્યક્તિ સાથે મળીને તેની પુત્રવધૂ પર બળાત્કાર કરે, એવું લાગે છે કે આ ખોટો આરોપ નુકસાન અથવા અપમાનિત કરવાના હેતુથી કરવામાં આવ્યો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)