ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 16 ઉમેદવારો કર્યા જાહેર
મધ્ય પ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી નિર્મલા સીતારામન અને જગ્ગેશ, મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલને મેદાનમાં ઉતાર્યા
નવી દિલ્હી : ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. યુપીથી લક્ષ્મીકાંત વાજપેયી અને રાધા મોહન અગ્રવાલ સહિત 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યસભાની 57 સીટો માટે 10 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે. 31 મે નામાંકન માટેની છેલ્લી તારીખ છે
ભાજપે મધ્ય પ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી નિર્મલા સીતારામન અને જગ્ગેશ, મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલ અને ડૉ.અનિલ સુખદેવરાવ, રાજસ્થાનમાંથી ઘનશ્યામ તિવારી, ઉત્તર પ્રદેશમાંથી લક્ષ્મીકાંત બાજપાઈ, રાધા મોહન અગ્રવાલ, સુરેન્દ્રસિંહ નાગર, બાબુરામ નિષાદ, દ્રષ્ટીસિંહ નીશાન, પી. સંગીતા. યાદવ, ઉત્તરાખંડમાંથી કલ્પના સૈની, બિહારમાંથી સતીશ ચંદ્ર દુબે, શંભુ શરણ પટેલ અને હરિયાણામાંથી ક્રિષ્ન લાલ પંવારને મેદાનમાં ઉતાર્યા છે.