News of Sunday, 29th May 2022
બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે
હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વરસાદ પડશે
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ દક્ષિણ અને તટીય કર્ણાટકમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે
. IMD કહે છે કે બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
(6:52 pm IST)