મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

દેશની 96 કરોડની હિંદુ વસતી માટે 20 લાખથી વધુ મંદિર છે: ડેટા રિસર્ચ કંપનીના દાવા મુજબ દેશમાં સાત લાખ મસ્જિદ છે

દેશના મૂળ ધાર્મિક સ્થાનો વિષે કોઇ કોઇ સત્તાવાર આંકડો નથી

નવી દિલ્‍હી :  દેશના મૂળ ધાર્મિક સ્થાનો વિષે કોઇ કોઇ સત્તાવાર આંકડો નથી. રિસર્ચ કંપનીઓએ અલગ અલગ આંકડા જારી કર્યા છે. ટ્રાવેલ ટ્રાયેન્ગલના એક અહેવાલ મુજબ દેશની 96 કરોડની હિંદુ વસતી માટે 20 લાખથી વધુ મંદિર છે. સૌથી વધુ 3 લાખ મંદિર તામિળનાડુમાં છે. મંદિરોની જેમ મસ્જિદોની સંખ્યા વિષે પણ સત્તાવાર અંકો ઉપલબ્ધ નથી. ડેટા રિસર્ચ કંપનીના દાવા મુજબ દેશમાં સાત લાખ મસ્જિદ છે. આમ તો ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે, પરંતુ વિશ્વનું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પણ કંબોડિયાના અંગકોરવાટ ખાતે આવેલું વિષ્ણુ મંદિર છે. સિમરિપ શહેરમાં મીકાંગ નદીકિનારે આ મંદિર સેંકડો ચોરસ માઇલ વિસ્તારમાં આવેલું છે. લાખો પર્યટકો મંદિરની મુલાકાત લેતા હોય છે.

તે પછીના ક્રમે દિલ્હીના કોમનવેલ્થ ખેલગાંવ નજીક 100 એકર જમીન પર તૈયાર થયેલા સ્વામિનારાયણ મંદિરનો આવે છે. તેને અક્ષરધામ મંદિર પણ કહેવામાં આવે છે. વિશ્વના સૌથી વિશાળ હિંદુ મંદિરના રૂપમાં ગિનિસ બુક ઓફ રેકર્ડમાં તેનું નામ નોંધાયેલું છે. તેમાં ભારતની 10 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વાસ્તુકલાનું નિરૂપણ થયેલું છે. વિશ્વની સૌથી મોટી મસ્જિદ સાઉદી અરબમાં । વિશ્વની સૌથી મોટી મસ્જિદ પણ ભારતમાં નથી. સાઉદી અરબમાં આવેલી મસ્જિદ અલ-હરમ તે વિશ્વની સૌથી મોટી મસ્જિદ છે. તેને મક્કા પણ કહે છે.

(1:39 pm IST)