મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

ભારત ન તો મારો છે, ન તો મોદીનો છે અને શાહનો પણ નથી. ભારત જો કોઈનો છે, તો દ્રવિડો અને આદિવાસીઓનો દેશ છે: ઓવૈસી

ભારત ત્યારે બન્યું જ્યારે અહીં લોકો આફ્રિકા, ઈરાન, સેન્ટ્રલ એશિયા અને પૂર્વી એશિયામાંથી આવ્યા

નવી દિલ્‍હી :  ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારત ન તો મારો છે, ન તો મોદીનો છે અને શાહનો પણ નથી. ભારત જો કોઈનો છે, તો દ્રવિડો અને આદિવાસીઓનો દેશ છે. ઓવૈસીએ કહ્યું કે, ભારત ત્યારે બન્યું જ્યારે અહીં આફ્રિકા, ઈરાન, સેન્ટ્રલ એશિયા અને પૂર્વી એશિયામાંથી આવ્યા.

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક રીલેને સંબોઘન કરતા તેમણે આ વાત કહી હતી. આ દરમિયાન ઓવૈસીએ ભાજપ સરકાર પર બરાબરના પ્રહારો કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં બેરોજગારી, મોંઘવારીની વાત કોઈ કરતુ જ નથી. આજે મુસ્લિમાનો ભાજપના ડરના ઓછાયામાં જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ સંઘે દેશમાં જુઠાણા ફેલાવ્યા છે. શું ભારતની તારીખ મુગલોથી શરૂ થઈ ? શું ઔરંગઝેબે દેશમાં બેરોજગારી વધારી ? મુસલમાનો માર્યા જાય છે, તો તેના માટે કોણ જવાબદાર છે ? કશ્મીરમાં એક સરકારી કર્મચારીની હત્યા પાછળ કોણ જવાબદાર?

રેલીને સંબોધન કરતા ઓવૈસીએ કહ્યું કે, ભારત દેશ કોનો છે, ખબર છે આપને, આ મારો નથી, નથી ઉદ્ધવ ઠાકરે કે મોદી-શાહનો પણ નથી. જો ભારત દેશ કોઈનો છે તો દ્રવિડો અને આદિવાસીઓ છે. ચાર જગ્યાએથી લોકો આવ્યા હતા. પણ ભાજપ આરએસએસ કહે છે કે, મુગલો આવ્યા, મુગલો આવ્યા. આફ્રિકાથી પણ લોકો આવ્યા હતા. ઈરાનમાંથી પણ લોકો આવ્યા હતા. સેન્ટ્રલ એશિયામાંથી પણ લોકો આવ્યા હતા. ઈસ્ટ એશિયામાંથી પણ આવ્યા હતા. આ બધા આવ્યા ત્યારે ભારત બન્યું, પણ આદિવાસી અહીંના છે. દ્રવિડ અહીંયાના છે. આર્ય 4000 વર્ષ પહેલા અહીં આવ્યા હતા.

(12:00 pm IST)