મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

વિશ્વ માટે વિનાશનું કારણ બનશે કોવિડ-19 : વૈશ્વિક ઉત્પાદનમાં 8500 અબજ ડોલરનું થઇ શકે નુકસાન

સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસની ચેતવણી :તીવ્ર ભૂખમરો અને દુષ્કાળ લાવી શકે

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે કોવિડ -19 રોગચાળો અકલ્પનીય વિનાશ સર્જી શકે છે અને તીવ્ર ભૂખમરો અને દુષ્કાળ લાવી શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે જો તમામ રાષ્ટ્રોએ સાથે મળીને આ મહામંદીને જવાબ ન આપ્યો તો વૈશ્વિક ઉત્પાદનમાં 8500 અબજ ડોલરનો ઘટાડો થશે.

ગુટેરેસે કહ્યું, "જો આપણે હવે પગલાં નહીં ભરીએ તો કોવિડ -19 રોગચાળો વિશ્વભરમાં અકલ્પનીય વિનાશ અને વેદનાનું કારણ બનશે." ભયંકર ભૂખ અને દુકાળ રહેશે. છ કરોડથી વધુ લોકો આત્યંતિક ગરીબીમાં જશે.

વૈશ્વિક વર્કફોર્સના લગભગ અડધા 1.6 અબજ લોકો આજીવિકા વિના રહેશે. તેમણે કહ્યું કે રોગચાળાને લીધે વૈશ્વિક ઉત્પાદનમાં 8500 અબજ ડોલરનો ફટકો પડી શકે છે, જે 1930ની મહામંદીપછીનો સૌથી ઝડપી ઘટાડો હશે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં 58લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને અત્યાર સુધીમાં 3..6 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

(11:39 pm IST)