મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ખરું સંકટ તો હવે આવશે : લાંબા લોકડાઉનથી ભારતને ભારે નુકસાન: સર્જાઈ 'મંદી' ની સ્થિતિ

આઝાદ ભારતમાં આવુ માત્ર 1957-58, 1965-66, 1972-73 અને 1979-80માં થયું હતું

નવી દિલ્હી : કોરોના સંકટ અને લાંબા લોકડાઉનને કારણે ભારતને ભારે નુકસાન થઈ રહ્યું છે. તાજેતરના અંદાજો આ તરફ જ નિર્દેશ કરી રહ્યા છે. આ વાતને લઈને હમણાં સુધી ચર્ચાઓ થઈ રહી હતી. સરકાર તરફી વડાપ્રધાને લોકડાઉન-1માં 'જાન હૈ તો જહાન હૈ' નો મંત્ર આપ્યો હતો અને પછી તેને બદલીને 'જાન ભી, જહાં ભી'ના મંત્રથી આ સખત પડકાર વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો.

નવા આંકડા દર્શાવે છે કે, ભલે આપણે લોકડાઉન દ્વારા ઘણાં જીવ બચાવી લીધા, છતાં આપણે એક જહાન તરીકે વિશાળ બલિદાન આપવાના છીએ. આ બલિદાનની કિંમતનો સાચો મતલબ આગામી સમયમાં જ ખબર પડશે. શક્ય છે કે, આ કિંમત આર્થિક તંગીની પણ હોઈ શકે અથવા ઘણા મોતોની પણ હોઈ શકે છે, જેને કદાચ આપણે ક્યારેય ગણી શકીશું નહીં. તે હકીકત છે કે, આગામી સમયમાં આપણે તે પરીણામો પર પહોંચીશું કે સંક્રમણને રોકવા માટે લોકડાઉન-1 જરૂરી તો હતું જ, પરંતુ આને વારંવાર લંબાવવું આપણે બીજી મુસીબતમાં ધકેલતું ગયું.

રેટિંગ એજન્સી ક્રિસિલ મુજબ, આપણે મંદીમાં જઈ રહ્યા છીએ, જેનો અર્થ છે કે જીડીપી આ વર્ષે નકારાત્મક રહેશે. આઝાદ ભારતમાં આ ફક્ત 1957-58, 1965-66, 1972-73 અને 1979-80માં આવું થયું હતું. આ વખતે આ સમય સૌથી ગંભીર હશે. ભારતીય સ્ટેટ બેન્કનો અંદાજ છે કે, આ ઘટાડો -6. 8 ટકા રહેશે. એટલે કે, ગયા નાણાકીય વર્ષમાં જે જીડીપી હતું તેના કરતા આ નાણાકીય વર્ષમાં તે 6.8 ટકા ઓછો હોઈ શકે છે. CMAIના આંકડા અનુસાર બેરોજગારીનો દર 24 ટકાથી ઉપર જશે. આશરે 10 કરોડ લોકો બેરોજગાર છે.

(10:54 pm IST)