મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

વિશ્વનાં સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેને ભરી પહેલી ઉડાણ : 30 મિનીટ સુધી સફળતા પૂર્વક આકાશમાં ઉડતું રહ્યું

ઇ કૈરાવૈન પ્લેન 37 ફૂટ લાંબુ :પ્લેનમાં 9 પેસેન્જર બેસી શકે:

નવી દિલ્હી : વિશ્વનાં સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેને પ્રથમ વાર સફળ ઉડાણ ભરી છે. અમેરિકાની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઇ કૈરાવૈન નામનું આ પ્લેન બનાવ્યું છે. આ પ્લેનમાં 9 પેસેન્જર બેસી શકે છે. આ પ્લેન 37 ફૂટ લાંબુ છે. આ પ્લેન અમેરિકામાં થયેલી પ્રથમ ઉડાણ દરમ્યાન 30 મિનીટ સુધી આકાશમાં રહ્યું હતું 

  ઇ કૈરાવેનને અમેરિકી સ્ટાર્ટઅપ કંપની મૈગ્ની એક્સ (MagniX) એ બનાવ્યું છે. જેમાં બાદમાં એરોસ્પેસ એન્જીનિયરિંગ ફર્મ એરોટેક (AeroTEC) એ કંઇક ફેરફાર કર્યો છે. બંને કંપનીઓએ મળીને સેસના કૈરાવૈન 208 બી વિમાનને ઇ કૈરાવૈનમાં બદલ્યું છે. પછી તેને 28 મેનાં રોજ ઉડાડવામાં આવ્યું.હતું સેસના કૈરાવૈન વિમાન વિશ્વભરનાં 100 દેશોમાં ઉડાડવામાં આવે છે. ઇ કૈરાવૈનનાં ઇલેક્ટ્રિક મોટરથી 750 હોર્સપાવરની ઉર્જા જનરેટ હોય છે. જેનાંથી આ વિમાન ઉડે છે. મૈગ્નીએક્સ કંપનીનું કહેવું એમ છે કે અમે ઇચ્છીએ છીએ કે વિમાનોથી પણ પ્રદૂષણ ન થાય. એ માટે એવાં વિમાનોની છુટ્ટી અમુક અંતરો માટે કરી શકાય છે.

  આ પહેલા કંપનીએ એક 6 સીટર ઇલેક્ટ્રોનિક પ્લેનનું સફળ પરીક્ષણ કેનેડાનાં વૈંકુવરમાં કર્યુ હતું. આ હાર્બર એરનું વિમાન હતું. તેને 15 મિનીટ સુધી આકાશમાં ઉડાણ ભરી હતી. હાર્બર એર વધારે સમુદ્ર, નદીઓ અને નહેરોનાં કિનારે વસેલા શહેરોને પ્લેન સાથે જોડે છે. થોડાંક દિવસો પહેલા ઇગ્લેન્ડની ક્રેનફીલ્ડ સૉલ્યુશંસ કંપનીએ સંભાવના દર્શાવી હતી કે 2023 સુધી વિશ્વભરમાં ઇલેક્ટ્રિક પ્લેન ઉડવા લાગશે. બની શકે છે કે તેનું અંતર ઓછું હોય પરંતુ તેનાંથી કનેક્ટિવિટી વધારે થઇ જશે. ઇ કૈરાવૈન માત્ર એક વારમાં જ 160 કિમી સુધી ઉડી શકે છે. તેની વધારેમાં વધારે ગતિ 183 કિમી પ્રતિ કલાક છે. કંપનીએ કહ્યું કે, 2021નાં અંત સુધી હવાઇ સેવાઓ આપનારી કંપનીઓને આ વિમાન મળવા લાગશે.

(8:38 pm IST)