મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા રકમના આધારે સૌથી ઓછા વ્‍યાજ દરે લોનની સુવિધા

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગેલુ છે અને અનેક લોકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં તેમના પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) ખાતા તેમની ખુબ મદદ કરી શકે છે. પરંતુ અનેક લોકોને આ અંગેના ફાયદાની વધુ જાણકારી હોતી નથી. આવામાં અને તમને આજે પીપીએફ ખાતાના ફાયદા અંગે જણાવીએ છીએ. પીપીએફ ખાતાનું સંચાલન બેન્ક તથા પોસ્ટ ઓફિસમાં થાય છે અને તેમા જમા રકમ પર ભારત સરકાર તરફથી ગેરંટી મળે છે.

સૌથી ઓછા વ્યાજે મળે છે લોન

પીપીએફ ખાતાની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં જમા રકમના આધારે તમે લોન લઈ શકો છો. આ લોન પર જે વ્યાજ આપવાનું હોય છે તે પર્સનલ લોન, ગોલ્ડ લોન, અને અન્ય પ્રકારના લોનથી ઘણું ઓછું હોય છે. આથી પીપીએફ ખાતામાં પડેલી રકમના બદલે તમે લોન લઈ શકો છો.

આટલો છે વ્યાજ દર

ટેક્સ અને રોકાણ સલાહકાર મણિકરણ સિંઘલે જણાવ્યું કે પીપીએફમાં જમા રકમ પર ફક્ત એક ટકો વ્યાજ આપવું પડે છે. જો કે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાતામાં જે રકમ જમા થશે તેના આધારે જ લોન મળશે. આ બાજુ બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાઓ તમારી આવકના આધારે લોન આપે છે.

લોન લેવા માટે આ છે નિયમો અને શરતો

બીજો નિયમ એ છે કે લોન ફક્ત ખાતાના ત્રણ વર્ષથી લઈને છ વર્ષ વચ્ચે જ મળશે. જો તમે તમારું પીપીએફ ખાતુ ડિસેમ્બર 2017માં ખોલાવ્યું હોય તો પછી તમે 2019થી લઈને 2022 સુધી જ લોન લઈ શકો છો.

ત્રીજો નિયમ છે ખાતામાં જમા કુલ રકમના ફકર્ત 25 ટકા જ તમને લોન તરીકે મળી શકશે. તેની ગણતરી બે વર્ષ બાદ જમા રકમના આધારે થશે. જો તમે ત્રીજા વર્ષમાં લોન લીધી છે તો તે માટે માર્ચ મહિનાના અંતિમ દિવસને આધાર ગણવામાં આવશે. એપ્રિલથી લઈને તમે કોઈ પણ મહિને લોન માટે અરજી કરો તો પણ ગણતરી 31 માર્ચ સુધી જમા રકમના આધારે જ થશે.

(4:52 pm IST)