મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

લોકડાઉનની અસરઃ ટેબ્લેટના વેંચાણમાં વધારો

શાળા, કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ-વર્ક ફ્રોમ હોમના કારણે માંગમાં વધારો

અમદાવાદ,તા.૨૯: કોરોના મહામારી લોકડાઉનના કારણે લોકો છેલ્લા બે માસથી ઘરમાં રહીને કામ કરી રહ્યાં એટલુંજ નહીં ગૃહિણીઓ કે બાળકો પણ વેકેશનના માહોલમાં મોબાઈલ પર ગેઇમ રમતા હોય છે કે મુવી જુએ આ સંજોગોમાં છેલ્લા બે માસ દરમિયાન ટેબ્લેટના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

મોટી સ્ક્રીન ઉપયોગમાં લેવાની સાથે વર્ક ફોમ હોમ કરતા એમ્પ્લોયી માટે ટેબ્લેટ વધુ અનુકૂળ હોઈને ટેબલેટના વેચાણમાં વધારો નોંધાયો છે શહેરમાં રોજના ૨૦૦ થી ૩૦૦ ટેબલેટ વેચાણ થતા હોય તો હવે રોજના ૯૦૦ જેટલા ટેબ્લેટનું વેચાણ થઇ રહ્યું છે માત્ર ટેબલેટ જ નહિ આઈ પેડ ની ખરીદી વધી છે તો સાથે સાથે ઇન્ટરનેટ ખરીદીના પ્લાનમાં પણ વધારો થયો છે

ખાસ કરીને વિદ્યાર્થીઓ આઇપેડની ખરીદો કરવાનું વધુ પસંદ કરે છે ને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે.લોકડાઉન બાદ મોટા ભાગે શાળાઓ અને કોલેજોમાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગ રૂપે મોક ટેસ્ટ વિગેરે તમામ અભ્યાસ ફરજીયાત ઓનલાઇન કરાયા છે.

હાલમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે લાંબો સમય ઓન લાઈન ભણવાના કારણે મોબાઈલની સ્ક્રીન નાની હોઈને વાલીઓ તેમના બાળકો માટે આઈ પેડ કે ટેબલેટની ખરીદી કરી રહ્યા છે ૯.૭ ઈંચથી લઈને ૧૦ ઈંચના ટેબલેટ વેચાણ થઈ રહ્યા છે આ iPad એખલ પેંસિલ પણ સપોર્ટ કરે છે. ખાસકરીને

એજયુકેશનને ધ્યાનમાં રાખીને iPad ની ખરીદી થાય છે. ટચઆઇડી , ફેસટાઇમ ફ્ંટ કેમેરો વિગેરે સપોર્ટની સાથે વધુ કલાકોની બેટરી બેકઅપવાળા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રથમ પસંદગી બને છે.

(4:08 pm IST)