મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

લોકડાઉન ૫.૦

૩૦ ટકા હાજરીની શરતે ખુલી શકશે શાળાઓ : મંદિરો અને જીમ પણ ખૂલશે

હોટસ્પોટ વિસ્તારોમાં પ્રતિબંધો ચાલુ રહેશે

નવી દિલ્હી તા. ૨૯ : કોરોના મહામારીના પ્રકોપને નિયંત્રીત કરવા માટે દેશમાં લાગુ લોકડાઉનનું ચોથું ચરણ હવે પૂ રું થવાનું છે. હવે એ વાતની અટકળો લગાવામાં આવી રહી છે કે શું પ્રતિબંધોનું વધુ એક ચરણ લાગુ થશે કે હટાવાશે. શકયતા છે કે લોકડાઉન ૫.૦ ચોથા ચરણથી સંપૂર્ણ રીતે અલગ હોય નહી પરંતુ વધુ વસ્તીવાળા ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન ૫.૦ એવા ૧૧ શહેરોમાં લાગુ કરાશે જ્યાં દેશભરના ૭૦ ટકા કોરોનાના કેસ છે. દિલ્હી, બેંગલુરૂ, પૂણે, ઇન્દોર, અમદાવાદ, જયપુર, સુરત, મુંબઇ અને કોલકત્તા એવા શહેર છે જેને લોકડાઉન-૫.૦નો સામનો કરવો પડશે.

દેશમાં ૧.૫૦ લાખથી વધુ કેસોમાંથી અમદાવાદ, દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને પૂણેમાં ૬૦ ટકાથી વધુ કોરોના કેસ નોંધાયેલા છે. પાંચમાં ચરણમાં ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરવામાં સરળતા રહેશે. કર્ણાટક અગાઉથી જ ઘોષણા કરી દીધી છે કે ૩૧ મે બાદ ધાર્મિક સ્થળોની ફરી ખોલવામાં આવશે. ૩૧ મે લોકડાઉનનો અંતિમ દિવસ છે તે અતિરિકત માસ્ક પહેરવું અને કડક સામાજિક અંતરનું પાલન કરવું પડશે.

હોટસ્પોટ છોડીને અન્ય ક્ષેત્રોમાં જીમ ખોલવાની મંજૂરી અપાશે. સલુન અને પાર્લરોને ચોથા ચરણમાં જ ખોલવાની મંજુરી આપવામાં આવી છે. લોકડાઉનના આવતા ચરણમાં પણ શૈક્ષણિક સંસ્થાન ખોલવાની શકયતા નથી. જો કે રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળા ૩૦ ટકા હાજરીની સાથે ફરી ખુલશે તે ફકત ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે હશે. સામાજિક અંતરને જાળવીને કલાસને શિફટ ઓર્ડરમાં વહેંચાશે. રેલવે અને ઘરેલુ વિમાની સેવાને સંમતિ મળશે.

(3:59 pm IST)