મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

વારાણસીમાં ટીકટોક વિડીયો બનાવી રહેલ પાંચ કિશોરો ગંગા નદીમાં ડુબી જતા મોતઃ એકને બચાવવા જતા એક પછી એક પાંચેય પાણીમાં ગરકાવ થયા

ઉ.પ્ર.માં પ્રવિત્ર નગરી વારાણસી ખાતે ગંગા નદીની સામે કાંઠે રેતી ઉપર ટીકટોક વિડીયો બનાવી રહેલ ૫ કિશોરો ગંગા નદીમાં ડુબી ગયા છે. આસપાસ ઉભેલા લોકો બચાવવા દોડેલ પરંતુ બચાવી શકેલ નહિ. ૨ કલાકની મહેનત પછી મૃતદેહો બહાર કઢાયેલ. ૧૮ વર્ષનો રફીક તોસીફ, ૧૪ વર્ષનો મુમતાઝ ફરદીન, ૧૫ વર્ષનો ઇકબાલ શૈફ, ૧૫ વર્ષનો શહીદ રીઝવાન અને ૧૪ વર્ષનો ગુડ્ડુ સકી ટિકટોક વિડીયો બનાવવા આજે સવારે ૮ વાગે ગંગા કાઠે પહોંચેલ રવિદાસ પાર્ક અને રામનગરના સિપહીયા ઘાટની વચ્ચે આ દિવસોમાં ગંગાજીની મધ્યે ખુબ રેતી નિકળી આવે છે. પાંચેય કિશોરો ગંગાજીના બહાર  નીકળી આવેલ રેતી પાસે પહોંચેલ.

વિડીયો બનાવતી સમયે એક કિશોર ડુબવા લાગતા બીજા છોકરાવ કુદયા હતા. અને જોત જોતામાં એકબીજાને બચાવવા જતા પાંચેય કિશોર ડુબી ગયા હતા. કેટલાક નાવિકો નાવ લઇ દોડયા હતા પરંતુ ઉભરી આવેલ રેતીની વચ્ચે પહોંચ્યા ત્યાં તો પાંચેય પાણીમાં ગરકાવ થઇ ગયેલ.

(3:13 pm IST)