મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ભારત- ચીન સીમા વિવાદઃ ટ્રમ્પે આંખ દેખાડતા ડ્રેગનના બદલ્યા સૂર, હિન્દી- ચીની ભાઈ- ભાઈ

નવી દિલ્હીઃ ભારત- ચીન સીમા વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સક્રીયતા બાદ ચીનના તેવરમાં નરમાશ આવી છે. ભારતમાં ચીનના રાજદૂત સુન વીડોંગે જણાવેલ કે બન્ને દેશો એક- બીજા માટે ખતરો નથી. જયારે ચીન સરકાર પ્રોપગેંડા મેગેઝીન ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ચીન અને ભારત વર્તમાનમાં સીમા ઉપર ચાલી રહેલ સીમા વિવાદ અંગે અમેરિકાની મધ્યસ્થતાની જરૂર નથી. ટ્રમ્પે ટ્વીટ દ્વારા મધ્યસ્થતા માટે તૈયાર હોવાનું જણાવેલ.

ભારતીય વિદેશ ખાતાના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવેલ કે ભારત એલએસીએ શાંતિ- સ્થિરતા બનાવવા પ્રતિબધ્ધ છે અને બન્ને પક્ષો દ્વારા શાંતિપૂર્ણ સમાધાન માટે સૈન્ય અને રાજનિતીક સ્તરે ચર્ચા ચાલતી રહે છે. જો કે ચીની રાજદૂતે આડકતરી રીતે મેલ- મિલાપની ભાષામાં જણાવેલ કે ચીન અને ભારતે કયારેય પણ મતભેદોનો પડછાયો પોતાના દ્વીપક્ષીય સંબંધ ઉપર નથી પડવા દીધો. ઉપરાંત ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પણ વાતચીત અને ચર્ચાના માધ્યમથી આ મામલે હલ કાઢી શકશે.

(3:12 pm IST)