મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ચીની વસ્તુઓનો દબદબો સમાપ્ત કરવાનું કામ શરૂ :ફર્નિચરની આયાત પર લાગતી ડ્યુટીમાં વધારો

નવી દિલ્હીઃ ઘરેલુ બજારમાં ચીની વસ્તુઓની ઝાકમઝોળ સમાપ્ત કરવાનુ કામ શરૂ થઇ ગયુ છે. ખાસ કરીને એવા સેકટરોમાં ઘરેલુ મેન્યુફેકચરીંગની પુરી શકયતાઓ છે. આની શરૂઆત ફર્નીચરથી થઇ છે. ફર્નિચરની આયાત પર લાગતી ડ્યુટીમાં ૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં લાકડા ફર્નિચરથી માંડીને અન્ય પ્રકારના ફર્નિચરો સામેલ છે. સાથે જ ફર્નિચર પાર્ટસની આયાત પર લાગતી ડ્યુટીમાં પણ આયાત ઘટવાના અણસાર છે.

ભારતની ફર્નિચરની આયાત વાર્ષિક ૧૮૪.૫૦ કરોડ ડોલરની છે.તેમ ચીનનો હીસ્સો ૧૦૫.૧૦ કરોડ ડોલરનો છે. ફર્નિચરનું વિશ્વ બજાર ૨૫૦ અબજ ડોલરનું છે. વૈશ્વિક  ફર્નિચર બજારમાં ભારતની હિસ્સેદારી ફકત ૧.૭ અબજ ડોલર છે. આ જ કારણ છે કે ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલ અવાર નવાર ભારતમાં ફર્નિચરના વેપારને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. તેમનુ કહેવુ છે કે જો ભારતમાં વાર્ષિક ૩-૪ લાખ કરોડનો  ફર્નિચરનો ધંધો થવા લાગે તો હજારો લોકોને રોજગારી પણ મળશે.

વિદેશ વેપાર નિષ્ણાંતોએ જણાવ્યુ કે ચીન સાથે ટ્રેડ વોર શરૂ થતા અમેરીકાએ ચીન ફર્નિચર પર ૨૫ ટકા ડ્યુટી લગાવી દીધી હતી. જેના લીધે ચીની ફર્નિચરની   આયાત ૨૦ ટકા  ઘટી હતી. ચીનમાં મંજુરી  વધવાથી ત્યાંનું ફર્નિચર પહેલા જ મોંઘુ થઇ ગયુ છે.  ત્યારે ભારતીય ફર્નિચર માટે અમેરીકા મુખ્ય બજાર  બની શકે તેમ છે. અમેરીકા દર વર્ષે ૭૨ અબજ ડોલર અને યુરોપ  ૧૦૦ અબજ ડોલરનું  ફર્નિચર  આયાત કરે છે. 

હાલમાં  કોરોના વાયરસના  કારણે યુરોપમાં ચીન વિરુદ્ધનું વ્યાપારીક  વાતાવરણ છે ત્યારે તેનો ફાયદો ભારતને મળી શકે તેમ છે.

(3:09 pm IST)