મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

સુપ્રીમનો અદ્ભૂત ફેંસલો

રિટાયર થયા પછી પણ ટર્મીનેટ થઇ શકે

નવી દિલ્હી,તા.૨૯: સુપ્રિમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતાં ગુરૂવારે કહ્યું કે જો કંપનીમાં જોગવાઇ હોય તો કર્મચારી રીટાયર થયા પછી પણ અનુશાસનાત્મક તપાસ ચાલુ રાખી શકાય છે. સાથે જ તપાસમાં દોષી સાબિત થાય તો તેને ટર્મિનેટ પણ કરી શકાય છે. સુપ્રિમે કહ્યું કે રીટાયરમેંટ પછી પણ કાર્યવાહી તો જ ચાલુ રાખી શકાય. જો તે કર્મચારી નોકરીમાં ચાલુ હોય ત્યારે તપાસ શરૂ થઇ હોય. કોર્ટે કહ્યું કે નિયમ ૩૪.૩માં અનુશાસનાત્મક કાર્યવાહી ચાલુ હોય ત્યારે ગ્રેચ્યુઇટીની ચુકવણી રોકવાની પણ જોગવાઇ છે.

(3:08 pm IST)