મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ખેડૂતોના ૧ લાખ કરોડના દેવા માફ થશે

તબક્કાવાર દેવા માફ થશેઃ પ્રથમ તબક્કે રૂ.રપ૦૦૦ કરોડના-દેવા માફ થશે

નવી દિલ્હી તા. ર૯ : કોરોના લોકડાઉનમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું  છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપવા જઇ રહી છે.

ઝી મીડિયા ગ્રુપના ઝી બિઝનેશ ચેનલના અહેવાલ પ્રમાણે મોદી સરકાર ખેડૂતોના રૂ. એક લાખ કરોડના દેવા માફ કરે તેવી સંભાવના છે.

દેવા માફી તબક્કાવાર થશે પ્રથમ તબક્કે રૂ.રપ હજાર કરોડ રૂપિયાના દેવા માફીની ઘોષણા થશે.

લોકડાઉનથી ખેડૂતોએ મોટી નુકસાની વેઠવી પડી છે. ઉપરાંત તીડના આક્રમણે પણ પાકનો ખાત્મો બોલાવ્યો છે. આ સ્થિતિમાં મોદી સરકારે ખેડૂતોને દેવા માફી દ્વારા મોટી રાહત આપવા જઇ રહી છે.

આત્મનિર્ભર ભારત માટે રૂ.ર૦ લાખ કરોડની ઘોષણા બાદ ખેડૂતો માટે મોટી ઘોષણા થનાર છે, તેમ ઝી ન્યુઝ જણાવે છે.

(2:58 pm IST)