મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

થાઇલૅન્ડમાં હિન્દૂ મંદિર ખુલ્યું : ચહેરા ઉપર માસ્ક સાથે ભક્તોનું સ્વાગત

બેંગકોક : થાઈલેન્ડના બેંગકોકમાં આવેલું વિશ્વવિખ્યાત ઈરાવન  મંદિર ખુલ્લું મુકાયું છે.જ્યાં કલાકાર યુવતીઓ ચહેરા ઉપર માસ્ક સાથે અને નૃત્ય સાથે ભાવિકોનું સ્વાગત કરે છે.

ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડમાં 3 મે થી જ લોકડાઉનમાં ઘણી છૂટછાટો આપી દેવાઈ છે.મોટા ભાગના વ્યવસાયો ચાલુ કરી દેવાયા છે તેમજ ધાર્મિક સ્થળો પણ ખુલ્લા મૂકી દેવાયા છે.અલબત્ત સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સહીત સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત છે.

(1:05 pm IST)