મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સીની આરોગ્ય સેવાઓ સતત ચાલુ : વર્તમાન કોરોના વાઇરસ સંજોગોમાં દર્દો થતા અટકાવવા ઓનલાઇન માર્ગદર્શન મેળવી શકાશે : લેબ દ્વારા વિનામૂલ્યે નિદાન પણ કરાવી શકાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં કોમ્યુનિટીની આરોગ્ય સેવાઓ માટે કાર્યરત ,તથા વર્ષમાં ચારથી પાંચ વખત વિનામૂલ્યે નિદાન તથા સારવાર માટે હેલ્થ કેમ્પના આયોજન કરતી સંસ્થા ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી હાલમાં કોરોના વાઇરસ સંજોગો વચ્ચે પણ આરોગ્ય સેવાઓ આપી રહી છે.

અલબત્ત ,હાલમાં સોશિઅલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાથી હેલ્થ કેમ્પના આયોજનો થઇ શકતા ન હોવાથી રોગો થતા અટકાવવા અને આરોગ્ય તપાસ માટે  રૂબરુ નિદાનને બદલે ઓનલાઇન આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.તથા જે લોકોને કોરોના વાઇરસના લક્ષણો જણાય તેઓને લેબમાં વિનામૂલ્યે પરીક્ષણ કરાવી આપવાની સેવાઓ ચાલુ છે.તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેમ જાળવવું તે અંગે માર્ગદર્શન અને મદદની સેવાઓ કરાઈ રહી છે.
ઉપરાંત વર્તમાન સંજોગોમાં એપ્રિલ અને મે માસમાં ન્યુજર્સીની હોસ્પિટલોમાં વર્તાઈ રહેલી માસ્ક ,અને ગ્લોવ્ઝની તંગી વચ્ચે  કોરોના વાઇરસના હાહાકારથી લોકોને બચાવવા માટે માસ્ક , ગ્લોવ્ઝ ,સહિતના આવશ્યક ઉપકરણોનું  પણ ડોનેશન કરવામાં આવ્યું હતું . સમરસેટમાં રોબર્ટ વૂડ જોનસન યુનિવર્સિટી હોસ્પિટલ અને ન્યૂ બ્રુન્સવિકની સેન્ટ પીટર યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા આ દાન સ્વીકાર્યું હતું.
તંદુરસ્ત જીવન માટેના પ્રયત્નોના ભાગરૂપે, આઇએચસીએનજે એ હેમોટોલોજી અને ઓન્કોલોજી કેર, હાર્ટ્સ ફાઉન્ડેશન અને ડરહામ ફાર્મસીના સહયોગથી 1000 લોકોને નિશુલ્ક COVID-19 એફડીએ-અધિકૃત એન્ટિબોડી પરીક્ષણ આપવાનું પણ નક્કી  કર્યું છે. એફડીએ દ્વારા અધિકૃત આ એન્ટિબોડી ટેસ્ટિંગનો લાભ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ ,લો એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ ,તથા વર્તમાન કોરોના મહામારીના સંજોગો વચ્ચે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો ,ઉપરાંત જેમણે અગાઉ કોવિદ -19 એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો ન હોય અને જેમને વારંવાર તાવ આવતો હોય અથવા કોરોનાના લક્ષણોની શંકા હોય તે તમામ વિનામૂલ્યે લઇ શકે છે.
જો તમને હાલમાં તાવ આવતો હોય ,કફ રહેતા હોય ,શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ,થાક વર્તાતો હોય,મસલ્સનો દુખાવો રહેતો હોય,છાતીમાં દુખાવો થતો હોય,અથવા સ્વાદની ખબર પડતી ન હોય ,જેવા કોઈપણ લક્ષણો છેલ્લા 3 દિવસ દરમિયાન દેખાતા હોય તો તમે  એડિશનમાં ઓક ટ્રી રોડ ઉપર આવેલી ,ફિઝિશિયન દ્વારા માન્ય કરાયેલી ,લેબમાં ટેસ્ટ કરાવી શકો છે. જે માટે કોન્ટેક નં 732-913-8500 દ્વારા એપોઇન્ટમેન્ટ લેવાની  રહેશે જ્યાં બ્લડ ટેસ્ટ દ્વારા તુરંત રિઝલ્ટ મેળવી શકાશે . આ માટે તમારે  કોઈપણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં .આ સેવા ઇન્ડિયન હેલ્થકૅમ્પ ઓફ ન્યુજર્સી તથા Indus TV ના સહયોગ સાથે આપવામાં આવે છે.
એન્ટિબોડી ટેસ્ટિંગ સેવા વિષે તમારા મિત્રવર્તુળને જાણ કરો.અપોઈન્ટમેન્ટ લેવામાં કોઈ મુશ્કેલી જણાય તો tpatel434@yahoo.com  દ્વારા અથવા કોન્ટેક નં 848-391-0499 દ્વારા સંપર્ક કરો.તેવું IHCNJ  વતી ડો.તુષાર બી.પટેલની યાદી જણાવે છે.

(12:02 pm IST)