મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

અમેરિકામાં કોરોનાનું તાંડવ : ૨૪ કલાકમાં ૧૩૦૦ના મોત

સંક્રમિતોની સંખ્યા ૧૭ લાખને પાર પહોંચી કુલ મૃત્યુઆંક ૧ લાખથી વધુ

નવી દિલ્હી તા. ૨૯ : અમેરિકામાં કોરોનાથી થનારી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુઆંકમાં ફરી વધારો નોંધવામાં આવ્યો છે. ૨૪ કલાકમાં ૧૨૯૭ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૧,૦૩,૩૩૦ થયો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.બીજી બાજુ સંક્રમિતોની સંખ્યા ૧૭ લાખને પર થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના કારણે સૌથી વધુ તબાહી જોવા મળી છે.છેલ્લા ૩ મહિનાથી અંદાજે સમગ્ર દેશ બંધ છે અને અંદાજે અઢી કરોડ લોકો નોકરી નોકરી ગુમાવી ચુકયા છે.

બીજીબાજુ હવે અમેરિકામાંથી તસવીરો સામે આવી રહી છે. તે હેરાન કરનારી છે. ન્યુયોર્કમાં એક સુપરમાર્કેટમાંલોકોની ભીડ એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ બેકાબુ બનતી જાય છે. અંતમાં ભીડે સંપૂર્ણ સુપરમાર્કેટને લૂંટી દીધી છે. અને થોડીક જ સેકન્ડમાં જ માર્કેટ ખાલી કરી દીધું છે.

ઙ્ગટ્રમ્પ સતત એ વાત પર જોર આપી રહયા છે કે દેશને બીજીવાર ખોલવામાં આવે. તેઓએ આ અંગે દરેક રાજયોને આદેશ પણ આપ્યા. જેમાં ધાર્મિક સ્થળો, હોટેલ અને બાર અને શાળાને બંધ કરી દેવામાં આવી છે.

(11:48 am IST)