મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

તીડના આતંકને રોકવા ડ્રોનથી કિટનાશક છંટકાવની મંજૂરી

દેશના અનેક રાજ્યમાં તીડનો પ્રકોપ ફેલાય રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૯ : દેશના અનેક રાજયોમાં તીડનાં પ્રકોપથી ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. તીડનાં આક્ર્મણે રાજસ્થાનમાં અંદાજે એક લાખ હેકટર ક્ષેત્રમાં પાક બરબાદ કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં પણ અનેક જિલ્લા તેનાથી પ્રભાવિત થયા છે. હવે તેનો ખતરો બિહાર, હરિયાણા, અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

આ બધાની વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલએ ડ્રોનથી કીટનાશકોનો છંટકાવને સશર્ત મંજૂરી આપીને તેના માટે ૨ કંપનીઓ નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તીડ નિયંત્રણ માટે રાજસ્થાનને ૧૪ કરોડ અને ગુજરાતને ૧.૮૦ કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજસ્થાનના ૨૦ જિલ્લા, મધ્યપ્રદેશના ૧૮, પંજાબના એક જિલ્લા અને ગુજરાતના બે જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તીડનો પ્રકોપ છે.

હરિયાણામાં તીડનાં પ્રકોપ અંગે સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ૨૦ જિલ્લામાં ૯૦ હજાર હેકટર જમીન પ્રભાવિત થઇ છે.

(11:45 am IST)