મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમથી વિશ્વભરમાં છવાયા મોદી ગ્લોબલ લીડર બનવા તરફ અગ્રેસર

કુલ ૬ વર્ષ દરમ્યાન આશરે પ૯ વિદેશ પ્રવાસમાં ૬૦ દેશોની લીધી મુલાકાત : મોદી અને ટ્રમ્પની દોસ્તીથી વિશ્વભરના નેતાઓ દંગ : ભારત-રશિયા વચ્ચે ગગનયાન સહિત ૧૩ કરારો પર હસ્તાક્ષર : જાપાનમાં શીન્ઝો આબે જોડે દ્વિપક્ષીય ચર્ચા : ભુતાન જોડે અલગ-અલગ ક્ષેત્રમાં એમઓયુ કરાયા : વિશ્વભરમાં ત્રાસવાદને મુદ્દે બનાવાયો : મોદીની આંતરરાષ્ટ્રીય ચાણકય નીતિ સામે ઇમરાન ખાન સતત નિષ્ફળ રહ્યા : મલેશિયન વડાપ્રધાન જોડે વિવિધ મુદ્દે વડાપ્રધાન મોદીને યુએઇ અને બહેરીનના સર્વોચ્ચ સન્માન એનાયત ફ્રાંસની જી-૭ સમિટમાં નરેન્દ્રભાઇનો અનેરો દબદબો

વાપી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની બીજી ઇનિંગ્સને જોતજોતામાં ૧ વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. આ વર્ષ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કુલ ૧૪ વિદેશ પ્રવાસ કરી અલગ - અલગ દેશોની મુલાકાતો યોજી છે.

બીજી ઇનિંગ્સમાં વડાપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદ ૮ મી જુન ર૦૧૯ ના રોજ માલદીવ્સની મુલાકાત લીધી હતી તો બીજા દિવસે ૯ મી જુને શ્રીલંકાના કોલંબોની વિઝિટ કરી.

૧૪-૧પ જુને કઝાકિસ્તાનના બિસેક ખાતે એસસીઓ સમિટમાં હાજરી આપી. ત્યારબાદ ર૭ થી ર૯ જુન જાપાનના ઓશાકા ખાતે જી-ર૦ ઓશાકા સમિટમાં હાજરી આપી. ત્યારબાદ ૧૭-૧૮ ઓગસ્ટ ભુતાનના થીમ્ફુની સ્ટેટ વિઝિટ કરી.

ત્યારબાદ રર-ર૩ ઓગસ્ટે ફ્રાંસના પેરિસની સત્તાવાર મુલાકાત લીધી. તથા ર૩-ર૪ ના રોજ યુએઇના અબુધાબીની સ્ટેટ વિઝીટ કરી. તો ર૪-રપ ના બહેરીનના માનામારીકાની સ્ટેટ વિઝિટ કરી.

રપ-ર૬ ઓગસ્ટ દરમ્યાન ફ્રાંસના બિરટ્રીઝ ખાતે ૪પ મી જી-૭ સમિટમાં હાજરી આપી.

ત્યારબાદ ૪-પ સપ્ટેમ્બર દરમ્યાન રશિયાની સત્તાવાર મુલાકાત લીધી. વિદેશ પ્રવાસનો દોર આગળ ધપતો રહ્યો.

ર૦ થી ર૭ સપ્ટેમ્બર દરમ્યાન વડાપ્રધાન શ્રી મોદીએ યુએસનો પ્રવાસ યોજયો. અહીં હયુસ્ટન, ચિકાગો સહિતના વિસ્તારોમાં કાર્યક્રમો યોજી અઠવાડીયું ધુમ મચાવી. ત્યારબાદ ર૯-ઓકટોબરે સાઉદી અરેબિયાના રિયાધની સ્ટેટ વિઝિટ કરી.

આ પ્રવાસ બાદ ર થી ૪ નવેમ્બર દરમ્યાન થાઇલેન્ડના બેંગકોગ ખાતે ૧૪ મી ઇસ્ટ એશિયા સમિટમાં હાજરી આપી. તેમજ ૩પ મી એશિયન સમિટમાં પણ ભાગ લીધો. ત્યારબાદ ૧૩-૧૪ નવેમ્બર દરમિયાન બ્રાઝિલના બ્રાસિલ્યા ખાતે ૧૧મી બ્રિહસ સમિટમાં હાજરી આપી. બીજી ઇનિંગના પ્રથમ વર્ષનો આ તેમનો છેલ્લો પ્રવાસ રહ્યો. અને હજુ પણ આગામી ચારેક માસ સુધી કોઇ વિદેશ પ્રવાસનું આયોજન જાહેર કર્યાનું જણાતું નથી.

આ તો આપણે પ્રવાસોની રૂપરેખા જોઇ પરંતુ આ પ્રવાસે દરમ્યાન કયારે કયારે અને શું શું બન્યું એ જાણવું અતિ આવશ્યક છે. ઉપરોકત પ્રવાસો પૈકીની મહત્વની ઉપલબ્ધિઓને સંક્ષિપ્તમાં જોઇએ તો...

સૌ પ્રથમ તો એન્ટ્રી મારી સાંધાઇ સહકાર સંગઠનની બેઠકમાં ત્રાસવાદ સામે જાણે અક અભિયાન છેડયું. આ ઓર્ગેનાઇઝેશનના  તમામ દેશો તરફથી ઘોષણા પણ જારી કરવામાં આવી જેમાં આતંકવાદને મુદો બનાવવામાં આવ્યો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં જે પ્રહારો કર્યા તે અદ્ભુત હતાં. તેમણે એક વાત મકકમતા સાથે કરીને આંતકવાદના સફાયા માટે તમામ દેશો એક સાથેતે સમય આવી ગયો છે. અને આ વાત પર આઠેય દેશોના વડા સહમત થયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે હાથપણ ન મિલાવી એક કડક સંદેશ આપ્યો હતો.

ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની જી-ર૦ બેઠક પણ એટલી જ મહત્વપુર્ણ બની રહી. કોઇની શહેશરમ નહિ કોઇના થી દબાવવું નહિં. પછી ભલે તે અમેરિકા હોય રશિયા હોય કે હોય ચાઇના.

ઓશાકા ખાતે મોદી અને આબે જોડે વૈશ્વિક અર્થતંત્ર, ભાગેડુ આર્થિક અપરાધીઓ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના મહત્વના મુદાઓ પર ચર્ચા કરી હતી. જેમાં આબે એ ભારત આવવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.

ભારતમાં લોકસભા ચૂંટણી જીત્યા બાદ એકાદ મહિનામાં જ આ જાપાનનો પ્રવાસ યોજાયો હતો એટલે જાપાનમાં વસતા ભારતીય સમુદાયના લોકો નરેન્દ્રભાઇને મળવા ઉત્સુક હતાં.

આથી નરેન્દ્રભાઇએ અહીં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરી કહયું હતું કે માનવતાના ઇતિહાસમાં આનાથી મોટી લોકશાહી ચૂંટણી કયારેય થઇ નથી. તેમજ ભારપૂર્વક કહયું કે ભારત દુનિયામાં તક માટે ગેટ વે બની ગયું છે.

ઓશાકા ખાતે જ મોદીજી અને ટ્રમ્પ વચ્ચે પણ ટ્રેડ  ડિફેન્સ અને ફાયજી સહિતના મુદાઓ પર લાંબી ચર્ચા થઇ હતી. આ જી-ર૦ સમિટમાં પણ મોદીએ ભારપૂર્વક આતંકવાદને નાથવા કહયું હતું. અને આતંકવાદને માનવતાની સામેનો ખતરો ગણાવ્યો હતો.

ભુતાનના થીમ્ફુના પ્રવાસ દરમ્યાન નરેન્દ્રભાઇએ ભુતાન જોડે અલગ-અલગ ક્ષેત્રમાં એમઓયુ કરી બંને દેશોના સબંધોને એક નવો વેગ આપ્યો હતો.

નરેન્દ્રભાઇનો ખાડી દેશો યુએઇ અને બહેરીનનો પ્રવાસ પણ અદભુત રહયો. અહીં નરેન્દ્રભાઇને બહેરીનના સર્વોચ્ચ એવા 'ધ કીંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેન્સા' પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત યુએઇ ના સર્વોચ્ચ એવા 'ઓર્ડર ઓફ જાયદ'થી પણ સન્માનિત કરાયા હતાં. યુએઇના ક્રાઉન પ્રિન્સે તો ત્યાં સુધી કહ્યું કે મને ખુશી છે કે મારો ભાઇ મારા ઘરે આવ્યો છે.

આરબ દેશોના આ સન્માનોના વરસાદને પગલે માત્ર પાકિસ્તાન જ નહિ, કેટલાય દેશોના પેટમાં તેલ રેડાયું હતું. હજુતો મોદીજી માટે જી-૭ સમિટ બાકી હતી. નરેન્દ્રભાઇ કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ હટાવ્યા બાદ પહેલીવાર દુનિયાના ટોચના નેતાઓને મળ્યા... આ વેળાએ પણ નરેન્દ્રભાઇનો દબદબો જોઇ સૌ કોઇ અચંબામાં મુકાઇ ગયા હતાં.

ફ્રાંસના બિયારીવ્ઝ ખાતેની આ ૪પ મી જી-૭ સમિટ માં મોદી ૧પ નેતાઓને મળ્યા. એટલું જ નહિ મોદીજીએ કલાઇમેટ ચેન્જ અંગે રાઉન્ડ ટેબલ શેષનને પણ સંબોધિત કર્યુ.

એટલું જ નહિ. આ વેળાએ નરેન્દ્રભાઇએ થોડી સિફતથી ડોનાલ્ડ ટ્રમ્પ જોડે વાત કરી. ભારત-પાકિસ્તાન વચ્ચે ૩૭૦ ની કલમ અંગેના વિવાદમાં મધ્યસ્થીની વાતનો છેદ ઉડાડી દીધો હતો. અને એમ પણ કહયું કે ભારત અને પાકિસ્તાનના તમામ ઇસ્યુ દ્વિપક્ષીય છે. આ મુદે બીજા કોઇએ કષ્ટ લેવાની જરૂર નથી...!

અભી તો પિકચર બાકી હૈ દોસ્તો... નરેન્દ્રભાઇની અઠવાડીયાની અમેરિકા યાત્રા વિશ્વમાં જાણે મોદી વીક તરીકે... ન ભૂતો - ન ભવિષ્ય...હાઉડી મોદી કાર્યક્રમથી જાણે વિશ્વભરમાં છવાયા મોદી...અદ્દભૂત અને અકલ્પનીય બની રહ્યો આ કાર્યક્રમ...

દરેક વાંચકોને અત્રે યાદ અપાવવુ જરૂરી છે કે આ એ જ અમેરિકા છે કે જે ર૦૧૪ પહેલા નરેન્દ્રભાઇને વિઝા આપવા તૈયાર ના હતું...અને આ હાઉડી કાર્યક્રમને જોતા તો પ્રશ્ન ઉભો થાય કે અમેરિકામાં જ એમના પ્રેસિડન્ટની હાજરીમાં જ આવડો મોટો ભવ્ય કાર્યક્રમ તો આ વડનગરનો વિરલો જ કરી શકે...

જે દેશમાં એન્ટ્રી  મળતી  નહતી એ દેશમાં ત્યાંના રાષ્ટ્રપતિને ગુજરાતી સમુદાયને આકર્ષવા ભરી સભામાં નરેન્દ્રભાઇ સાથે એક મંચ પર બેસવું પડયું આને નાની સિધ્ધિ ન ગણાય..

વિશ્વના નેતાઓ જોતા રહી ગયા આ બંને નેતાઓની કેમેસ્ટ્રી બંનેના હાવભાવ...વર્તન જોતા એવું લાગતું હતું કે જાણે બંને વર્ષો જુના મિત્રો હોય...

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખીચીખીચ ભર્યું હતું. અહી મોદીજીએ ૩૭૦ ની કલમ પર એટલી સીફતાથી વાત કરી કે સામે બેસેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિચારમાં પડી ગયા હતા જાહેરમાં સ્ટેજ ઉપર નરેન્દ્રભાઇએ જયારે ૩૭૦ ની કલમનો ઉલ્લેખ કર્યો ત્યારે આશરે ૧૦૦ કરોડ જેટલી વ્યકિતઓ ટીવી જોઇ રહી હશે ત્યારે કદાચ વિરોધીઓએ પણ બોલવું પડયું હશે કે સાબાશ નરેન્દ્રભાઇ...

અહીં વડાપ્રધાન મોદીએ આ વિશાળ જનમેદની વચ્ચે આડકતરી રીતે ટ્રમ્પને આગામી ચુંટણી માટે પ્રમોટ કર્યા અને નારો આપ્યો..અબ કી બાર ટ્રમ્પ સરકાર...જો કે ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટી વિરૂદ્ધ ડેમોક્રેટીક પક્ષ તરફથી તુલસી ગર્બાડ ચુંટણી લડવાના છે  મોદીએ એમની સાથે પણ અનોપચારિક મુલાકાત કરવાનું ચુકયા નહિ. આને જ કહેવાય રાજનિતિની દુરંદેશી

હાઉડી કાર્યક્રમ બાદ વિશ્વભરના નેતાઓ યુએનમાં નરેન્દ્રભાઇના ભાષણની રાહ જોઇ રહ્યા હતા.અહીં પણ મોદી છવાઇ ગયા...સંયુકત રાષ્ટ્રની મહાસતાના ૭૪ માં સત્રને સંબોધિત કરી પાકિસ્તાનનુ નામ લીધા વિના ઉગ્રવાદની સમસ્યાઓ પર ભાર મુકયો તેઓએ વિશ્વશાંતિ, બંધુત્વ અને ઉગ્રવાદ સામે દુનિયાના દેશોને એક થવા આહવાન કર્યું એટલું જ નહિ આતંકવાદ અંગે વહેચાયેલા વિશ્વને ચેતવ્યા પણ યુએનમાં નરેન્દ્રભાઇએ ભાર સાથે કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહિ બુદ્ધ આપ્યા છે.. શાંતિના સંદેશ આપ્યા છે. આજે પણ એજ દેશ છે.. નરેન્દ્રભાઇના આ ૧૭ મિનિટના ભાષણમાં ૬ વખત તાળીઓના ગડગડાટ થયો હતો.

વિદેશી પ્રવાસનો આ દોર આગળ ધપતો ગયો ૩પ મી એશિયન ઇન્ડિયા સમિટ તથા ૧૪ મી ઇસ્ટ ઇન્ડિયા સમિટમાં થાઇલેન્ડના બેંગકોંગ ગયેલા નરેન્દ્રભાઇએ આ સમિટમાં તો રજુઆતનો દોર ચલાવ્યો પરંતુ પીએમ મોદી કાર્યક્રમમાં મોદીજીએ આપણા સમુદાયને ભારપૂર્વક કહ્યું કે અમે અસંભવિત લાગતા...લક્ષ્યાંકો પર કામ કરી રહ્યા છીએ...

ત્યારબાદ નરેન્દ્રભાઇએ નવેમ્બરમાં જ બ્રાઝિલના પ્રવાસમાં ૧૧ મી બ્રિકસ સમિટમાં ભાગ લઇ અહીં પણ પોતાનો કરિશ્માં બતાવ્યો...બ્રિકસ બિઝનેશ ફોરમના સંબોધનમાં મોદીએ વિશ્વભરના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રિત કર્યા...

આ સાથે..સાથે નરેન્દ્રભાઇનો આરસીઇપીમાં નો જોડાવાનો નિર્ણય અદ્દભૂત રહ્યો છેએટલું જ નહિ પણ તેમણે સાબિત પણ કરી બતાવ્યું કે આજનું ભારત આંતરરાષ્ટ્રીય દબાણો સામે નમતુ જોખનાર નહિ પણ તેનો મજબુરીથી સામનો કરનારૂ અને પોતાના હિતોનું રક્ષણ કરનારૂ ભારત છે.

આમ છેલ્લા ૧ વર્ષમાં નરેન્દ્રભાઇએ ૧૪ વિદેશ પ્રવાસ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ જાળવી તેમનું કદ સતત વધાર્યું છે. એટલું જ નહિ વિશ્વના મોટાગજાના નેતાઓ પણ હવે તેમને એક ગ્લોબલ લીડર તરીકે જ જોઇ રહ્યા છે.

શું એ ભારત માટે ગર્વની વાત નથી...?

(4:05 pm IST)