મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 1024 કેસ : દેશમાં ત્રીજા સ્થાને : ગુજરાતને ઓવરટેક કર્યું

તામિલનાડુ (19 હજાર 372) કેસ સાથે બીજાક્રમે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારંકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 1,65,799 છે, જ્યારે 4,638નાં મૃત્યુ થયાં છે. 71,105 પેશન્ટ્સને સારવાર બાદ રજા મળી ગઈ છે.

એક જ દિવસમાં 7,466 નવા કેસ નોંધાતા દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા 89 હજાર 987 ઉપર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં  ગુજરાત કરતાં ઓછાં કેસ હતાં, પરંતુ ગત એક સપ્તાહ દરમિયાન ખાસ્સો એવો ઉછાળ જોવા મળ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં 1024 કેસની વૃદ્ધિ નોંધાઈ હતી.

મહારાષ્ટ્ર (59,546 કેસ અને 1,982 મૃત્યુ) પહેલા તથા તામિલનાડુ (19 હજાર 372) કેસ સાથે બીજાક્રમે છે.

(10:48 am IST)