મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

બ્રાઝીલ વિશ્વનો કોરોનાથી પીડિત બીજો સૌથી મોટો દેશ બન્યો: કુલ 4,38 લાખથી વધુ કેસ : 26 હજારથી વધુના લોકોના મોત

બ્રાઝિલ દુનિયામાં કોરોનાથી પીડિત બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ત્યાં ચાર લાખ 38 હજારથી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે 26 હજારથી વધુનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં કોરોનાની સૌથી વધુ ભયાનક અસર જોવા મળી છે. જ્યાં 17 લાખ 20 હજાર કેસ નોંધાયેલા છે. જ્યારે એક લાખ એક હજારથી વધુ મૃત્યુ થયાં છે.

(10:44 am IST)