મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ભારતમાં ચાર અલગ-અલગ પદ્ઘતિથી કોરોનાની રસી વિકસાવવાના પ્રયાસ ચાલુ છેઃ ડો. રાઘવન

ઓકટોબરમાં પ્રી કિલનિકલ ટ્રાયલ્સના ફેઝમાં પહોંચવામાં કેટલીક કંપનીઓ સફળ થઈ શકે

નવી દિલ્હી, તા.૨૯: ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાદ્યવને જણાવ્યું કે કોવિડ ૧૯ માટે દેશમાં રસી વિકસાવવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે અને કુલ ચાર પદ્ઘતિથી રસી બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. ઓકટોબર સુધીમાં કેટલીક કંપનીઓ પ્રી કિલનિકલ સ્ટડીના તબક્કામાં પહોંચવામાં સફળતા પણ મેળવી શકે છે. આરોગ્ય મંત્રાલય તેમજ નીતિ આયોગની એક સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં ડો. રાદ્યવને વધુમાં જણાવ્યું કે વેકસીન તૈયાર કરવાની મુખ્ય ચાર પદ્ઘતિ છે. ભારતાં આ ચારેય પદ્ઘતિનો ઉપયોગ કરીને કોવિડ ૧૯ના રસી વિકસાવાનું કામ થઈ રહ્યું છે. દેશમાં હાલમાં કોરોના રસી વિકસાવવાના ૩૦ જેટલા પ્રોજેકટસ ચાલી રહ્યા છે તે પૈકી ૨૦ એડવાન્સ સ્ટેજમાં છે. તેમણે જણાવ્યું કે કેટલીક કંપનીઓ એક ફ્લુ વેકસીનના બેકબોનમાં આરએન્ડડી કરી રહી છે. ઓકટોબર સુધી પ્રી કિલનિકલ ટ્રાયલ્સ પર પહોંચવાની સંભાવના લાગી રહી છે. કેટલીક કંપનીઓ પ્રોટીન બનાવીને વેકસીન બાવવાની પ્રક્રિયામાં લાગી છે જે ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી સફળ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક સ્ટાર્ટઅપ્સ અને એકેડેમિકસ પણ વેકસીન વિકસાવાવની કામગીરીમાં છે. ભારતીય કંપનીઓ વિદેશી ભાગીદાર સાથે મળીને રસી વિકસાવવા કામ કરી રહી છે. જેમાં કેટલીક વિદેશી કંપનીઓ ભારતની આગેવાનીમાં કામ કરી રહી છે તો કેટલીક વિદેશી કંપનીઓ પણ નેતૃત્વ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે વેકસીન બનાવવાની પ્રક્રિયાને ૧૦-૧૫ વર્ષ લાગતા હોય છે અને તેનો ખર્ચ ૨૦દ્મક ૩૦ કરોડ ડોલર સુધીનો રહે છે. જો કે કોવિડ ૧૯ માટે એક જ વર્ષમાં વેકસીન ડેવલપ કરવાનું લક્ષ્ય છે, જેને પગલે ખર્ચ ૨૦-૩૦ અબજ ડોલરનો રહી શકે છે. અમારે પ્રયાસ છે કે વેકસીન બનાવવાનો ગાળો ૧૦ વર્ષથી ઘટાડીને એક વર્ષમાં કરીએ. આ માટે અનેક મોરચે આગળ વધવું પડશે. જેમાં નિયમનકારી મંજૂરીથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વેગવંતી બનાવવા જેવા પરિબળોનો સમાવેશ થખાય છે. 

ડો. રાઘવને વધુમાં ઉમેર્યું કે ભારતમાં તૈયાર વેકસીન દુનિયામાં ટોપ કલાસ ગણાય છે. દેશ માટે ગૌરવની બાબત એ છે કે વિશ્વભરમાં બાળકોને અપાતી ત્રણ રસી પૈકીની બે રસી ભારતમાં બને છે. ગત કેટલાક વર્ષોમાં વેકસીન કંપનીઓએ મેન્યુફેકિચરંગ જ નહીં પરંતુ આરએન્ડડીમાં પણ રોકાણ કર્યું છે. આ પ્રકારે આપણા સ્ટાર્ટઅપ્સ પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. વ્યકિતગત તજજ્ઞો પણ આ કામ કરી રહ્યા છે.

(10:07 am IST)