મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

મોડીરાત્રે ભારત કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં ટોચના સ્થાને પહોંચ્યું :વિશ્વમાં નવમાં સ્થાને

ભારત બાદ તુર્કી માં 159,797 કેસ , ઇરાનમાં 143,849, ચીનમાં 82,995 , સાઉદી અરબમાં 80,185 કેસ

 

નવી દિલ્હીઃ ચાર તબક્કાના દેશવ્યાપી લૉકડાઉન છતાં ભારતમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ છે કે હવે ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તી પ્રમાણે એશિયન દેશોની લિસ્ટમાં નંબર વન બની ગયું છે. પરંતુ કોવિડ 19 દર્દીઓની વિશ્વની યાદીમાં ભારત હજુ 9માં સ્થાને છે.

  ભારતમાં લખાઈ છે ત્યારે કોરોનાનાં 1,65,365 કેસ નોંધાયા છે જે કોઈપણ એશિયન દેશોનુઈ તુલનાએ વધુ છે જેમાંથી 70,788 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે કુલ 4,710 દર્દીઓના મૃત્યુ થયા છે. રીતે સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હાલ ભારતમાં 89,853 એક્ટિવ કેસ છે 

  એશિયન દેશોમાં કોરોના કેસના ટોપ-10 લિસ્ટમાં ભારત બાદ તુર્કી 159,797), ઇરાન 143,849), ચીન (82,995) , સાઉદી અરબ, (80,185), પાકિસ્તાન (61,227), કતર (50,914), બાંગ્લાદેશ (40,321), સિંગાપુર (33,249) અને યૂએઈ (32,532) સામેલ છે.

 રસપ્રદ વાત તે છે કે ચીનથી જીવલેણ કોરોના વાયરસમાં વિશ્વમાં ફેલાઇને માનવતા માટે એક પડકાર બન્યો છે, ત્યાં અત્યાર સુધી એક લાખ કોવિડ-19 દર્દી સામે આવ્યા નથી. રીતે ચીન એશિયન દેશોની યાદીમાં ચોથા સ્થાન પર છે. તો વિશ્વમાં તેનું સ્થાન 14મું આવે છે.

(11:52 pm IST)