મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કર્ણાટક સરકારે ગુજરાત સહીત પાંચ રાજ્યોના વાહનોને પ્રવેશબંધી કરી

કોઇ પણ ફ્લાઇટ, ટ્રેન અથવા અન્ય વાહનોને પ્રવેશ નહીં મળે :

બેંગલુરૂઃ કર્ણાટક સરકારે કોરોના વાયરસને રોકવા માટે આકરો નિર્ણય લીધો છે. કર્ણાટક રાજ્ય સરકારે ગુજરાત પાંચ રાજ્યોની સાથે ‘ટ્રાન્સપોર્ટ’ ને હાલ પૂરતો રોકવાનો નિર્ણય લીધો છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતથી આવનારી દરેક પ્રકારની યાત્રા પર હાલ પૂરતો સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લઇ લીધો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સીમિત ટ્રેનો, ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય માર્ગ પરિવહન સેવાનાં સંચાલનની મંજૂરી આપી છે.

હાલ આ પાંચ રાજ્યોમાં કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યારે આ નિર્ણય બાદ કોઇ પણ ફ્લાઇટ, ટ્રેન અથવા અન્ય વાહનોને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતથી કર્ણાટકમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે.

હકીકતમાં આ પાંચ રાજ્યોમાં જ દેશનાં બે તૃતીયાંશ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. દેશમાં કોરોના વાયરસનાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા તો 58 હજારને પાર જઇ ચૂકી છે. અહીં 56,948 લોકો કોરોના વાયરસના શિકાર બન્યા છે. તમિલનાડુમાં અંદાજે 19 હજાર કેસ, ગુજરાતમાં 15,205 કેસ, રાજસ્થાનમાં અંદાજે 8 હજાર દર્દીઓ અને મધ્યપ્રદેશમાં 7 હજારથી પણ વધારે લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

(12:00 am IST)