મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ શરૂ થતા જ ઈમરાનને પેટમાં ચૂંક ઉપડી : કોરોના વાઇરસ મહામારી વચ્ચે કટ્ટર હિન્દુત્વ દર્શાવી મુસ્લિમો સાથે ભેદભાવ રાખ્યાનો આક્ષેપ કર્યો

ઇસ્લામાબાદ : અયોધ્યામાં 26 નવેમ્બરથી શરૂ કરી દેવાયેલા રામમંદિર નિર્માણના કાર્યથી પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર  ઇમરાનખાનને પેટમાં ચૂંક ઉપડવાનું શરૂ થયું છે.

તેણે મોદી સરકારને કટ્ટર હિન્દુત્વવાદી ગણાવી હાલના કોરોના વાઇરસના સંજોગો વચ્ચે પણ મંદિર નિર્માણના કાર્યને મુસ્લિમો સાથેના ભેદભાવ સમાન ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલતા અયોધ્યા રામ મંદિર વિવાદ મામલે ચુકાદો આપી દીધો છે.જેના અનુસંધાને કામગીરી શરૂ કરી દેવાઈ છે.

(7:22 pm IST)