મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

ભાજપે બરાબરનો ભરડો લીધો

મમતા બેબાકળા : કેબીનેટમાં ફેરબદલનો નિર્ણયઃ નારાજગી દુર કરવા મોટાપાયે કસરતો

લોકસભા ચૂંટણીના પરિણામો આવે એક સપ્તાહ પણ નથી થયું કે દેશભરમાં પ્રચંડ બહુમતીની સાથે સતામાં વાપસી કરનાર ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક જોરદાર ઝાટકો આપ્યો છે. મંગળવારના રોજ ટીએમસીના ૧ ધારાસભ્ય અને ૫૦ કાઉન્સિલર્સે રાજધાની આવી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલમાં પાર્ટીનો છેડો પકડી લીધો. આ લોકસભા ચૂંટણીમાં ભાજપે આખા દેશની સાથો સાથ પશ્ચિમ બંગાળમાં જે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે તેનાથી તૃણમૂલ કોંગ્રેસ સૌથી વધુ બેચેન હતી અને આ બધાની વચ્ચે ભાજપે બીજો એક ઝાટકો આપી દીધો. હવે રાજયમાં પોતાની ખોવાયેલી તાકતને ફરીથી પ્રાપ્ત કરવાની આશામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગયા છે. મમતાએ મંગળવારના રોજ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા.

પશ્ચિમ બંગાળમાં ત્રણ ધારાસભ્યોએ ભાજપ જોઇન કર્યું છે તેમાંથી એક તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને સીપએમમાંથી એક-એક સભ્ય છે. ટીએમસીના પૂર્વ દિગ્ગજ નેતા મુકુલ રોયના દીકરા શુભ્રાંશુ રોય પણ ભાજપમાં જોડાયા. આ સિવાય ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય એ ટીએમસીને હજુ એક ઝાટકો આપવાની વાત કહી છે. જે રીતે સાત રાઉન્ડમાં ચૂંટણીઓ થઇ હતી તે જ રીતે ૭ રાઉન્ડમાં ભાજપમાં નેતાઓને સામેલ કરાશે.

આ બધાની વચ્ચે મમતા બેનર્જીએ પોતાની પાર્ટીની નારાજગી દૂર કરવા માટે કેબિનેટમાં ફેરબદલનો નિર્ણય લઇ લીધો. સીએમ મમતા બેનર્જીએ કેબિનેટમાં થયેલા આ ફેરબદલને ચૂંટણી બાદ યોજાનાર 'રૂટીન એકસરસાઇઝ' ગણાવી છે. આપને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીમાં ટીએમસીને ઉત્ત્।રી બંગાળ અને જંગલમહલ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. મમતા બેનર્જીએ આ ક્ષેત્રમાંથી આવતા બે મંત્રીઓ બિનોય કૃષ્ણા બર્મન અને શાંતિરામ મહતો પાસેથી તેમના મંત્રાલય છીનવી લીધા છે અને હવે આ નેતાઓની જગ્યાએ પાર્ટીના સિનિયર નેતા જેમકે સુબ્રતા મુખર્જી, શુભેંદુ અધિકારી, રાજીવ બેનર્જી અને બ્રાત્ય બસુને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે.

સૂત્રો પાસેથી મળી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ૭જ્રાક જૂનના રોજ એક બેઠક યોજાવાની છે, જેમાં બે ક્ષેત્રોમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પર ચર્ચા કરાશે. બેનર્જી હવે આ ક્ષેત્રોમાં રાજયની કેટલીક પેન્ડિંગ યોજનાઓને લીલી ઝંડી આપી દેશે. જેથી કરીને ફરીથી પોતાની ખોવાયેલી જમીનનો આધાર પાછો લાવી શકે.

ભાજપ જોઇન કરનાર આ કાઉન્સિલરોએ કહ્યું કે તેઓ મમતા બેનર્જીની વિરૂદ્ઘ નથી, પરંતુ તેઓ તમામ વડાપ્રધાન મોદીના વિકાસની યોજનાઓનો હિસ્સો બનવા માંગતા હતા. આથી તેમણે ભાજપ જોઇન કરવાનો નિર્ણય કર્યો.

પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટોમાંથી ૧૮ લોકસભા સીટો પોતાના નામે કર્યા બાદ ભાજપે ટીએમસીને આ બીજો જબરદસ્તો ઝાટકો આપ્યો છે. પાર્ટીના ૫૦ કાઉન્સિલર્સને પોતાના દળમાં સામેલ કરીને ભાજપે આ કાઉન્સિલરોના વિસ્તારમાં ટીએમસીના જમીની આધારનો ઝાટકો આપ્યો છે. 

(3:38 pm IST)