મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

ભાજપ-મોદીના પ્રચંડ વિજયથી બદલ્યા સુર

મોદી તો દેશને જોડવાવાળાઃ 'ટાઇમ' મેગેઝીનનું હવે નમો-નમો

ચુંટણી વખતે મોદીને ગણાવ્યા'તા વિભાજનકારીઃ ૨૮મી મેના મેગેઝીનના આર્ટીકલનું મથાળુ ૧૦મી મેના શિર્ષકથી સાવ અલગ

નવી દિલ્હી, તા.૨૯: લોકસભા ચૂંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ભારતના ડિવાઇડર ઇન ચીફ એટલે કે 'પ્રમુખ વિભાજનકારી' બતાવનાર પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઇમે હવે પરિણામો આવ્યા બાદ તેના પર એક વધુ આર્ટિકલ છાપ્યો છે. ૨૮મી મેના રોજ ટાઇમની વેબસાઇટ પર છપાયેલા આ આર્ટિકલનું હેડિંગ ૧૦મી મેના મેગેઝીનના કવર પેજના શીર્ષકથી બિલકુલ ઉલટુ છે. તાજા આર્ટિકલનું હેડિંગ છે – મોદી હેજ યુનાઇટેડ ઇન્ડિયા લાઇકનો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ એટલે કે મોદી એ ભારતને એ રીતે એકજૂથ કર્યું છે જેણે દાયકાઓમાં કોઇ વડાપ્રધાને કર્યું નથી

આ આર્ટિકલ લખનાર મનોજ લડવા છે જેમણે ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન મોદી ફોર પીએમ નામનું અભિયાન ચલાવ્યું હતુ. તેમણે આ લેખમાં લખ્યું છે કે, મોદીની જે પણ સુધારાવાદી નીતિઓ છે તેમાં તમામ ભારતીયો સામેલ છે. આ નીતિઓએ ગરીબોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ કરી છે. પોતાની નીતિઓની કડવી અને વખતો વખત બીનજરુરી ટીકાઓ છતાં તેમણે પોતાના પાછલા કાર્યકાળ દરમિયાન વોટરોને એક રાખ્યા છે.

જોકે પીએમ મોદી પરનો આ આર્ટિકલ ૧૦ મેના રોજ ટાઈમના કવરપેજ પર પાકિસ્તાન સાથે કનેકશન ધરાવતા આતિશ તાસીરે લખેલા લેખ કરતા તદ્દન ઉંધો છે. જેમાં તાસીરે પીએમ મોદીની મોબ લિન્ચિંગ સહિત ઘણા મુદ્દે ટીકા કરી હતી. જોકે મોદી પરના આ લેખના કારણે ટાઈમ મેગેઝિન પર ઉલટુ દેશમાં માછલા ધોવાયા હતા. હવે મોદીનો વખાણ કરતો આર્ટિકલ ટાઈમની વેબસાઈટ પર સૌથી વધુ વંચાયેલા લેખોમાં ટોપ પર છે.

આર્ટિકલમાં લડવાએ લખ્યું છે, 'મોદીની નીતિઓની કટુ અને મોટાભાગના અન્યાયપૂર્ણ આલોચનાઓ છતાંય તેમણે પોતાના કાર્યકાળ અને આ મેરેથન ચૂંટણીમાં ભારતીય વોટરોને એ કદર એકજૂથ કર્યા કે આટલા તો અંદાજે ૫ દાયકામાં પણ કોઇ વડાપ્રધાને કર્યા નથી'

પીએમ મોદી પર ટાઇમનો આ આર્ટિકલ મેગેઝીનના આ મહિનાના ૧૦મી મેના અંકમાં પ્રકાશિત પત્રકાર આતિશ તાસીરની કવર સ્ટોરીથી બિલકુલ અલગ છે. તેમાં તાસીરે લિંચિંગના મામલા અને યુપીમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવા સહિત કેટલીય વાતોને લઇ મોદી સરકારની આલોચનાઓ કરી હતી. ચૂંટણીમાં અધવચ્ચે આવેલા અંકે ભારતમાં દ્યણી ચર્ચા કરી. મોદી સમર્થકો એ જયાં ટાઇમની કવર સ્ટોરીની આકરી આલોચના કરી હતી ત્યાં મોદી વિરોધીઓએ તેને હાથો હાથ લખ્યું.

પીએમ મોદીના વખાણ કરનાર ટાઇમનો તાજા આર્ટિકલ તેની વેબસાઇટ પર અત્યારે સૌથી વધુ વંચાતા આર્ટિકલમાં ટોપ પર છે. આર્ટિકલમાં પીએમ મોદીનો એક વીડિયો પણ મૂકયો છે, તેમાં એ વાત પર જોર આપવામાં આવી રહ્યું છે કે કોઇની પણ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ થશે નહીં.

(3:21 pm IST)