મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

વોલમાર્ટે મદ્રાસ આઈઆઈટી ગ્રેજયુએટ સુરેશ કુમારની ચીફ ટેકનોલોજી ઓફીસર તરીકે નિમણુંક કરી

સુરેશ કુમાર ગુગલ, એમેઝોન, માઈક્રોસોફટ જેવી કંપનીઓમાં કામ કરી ચૂકયા છે

નવી દિલ્હીઃ વિશ્વ વિખ્યાત કંપની વોલમાર્ટે તેના ચીફ ટેકનોલોજી ઓફીસર તથા ચીફ ડેવલોપમેન્ટ ઓફીસર તરીકે મદ્રાસ આઈઆઈટી ગ્રેજયુએટ સુરેશ કુમારની નિમણુંક કરી છે. સુરેશ કુમાર અગાઉ ગુગલના એકઝીકયુટીવ તરીકે તથા એમેઝોનમાં પણ કામ કરી ચૂકયા છે.

સુરેશ કુમારની નિમણુંક કરવાથી વોલમાર્ટ દ્વારા ઈ-કોમર્સના ધંધામાં એમેઝોનને ટકકર અપાશે. ઉપરાંત સુરેશ કુમારે કામકાજનું રીપોટીંગ સીધુ વોલમાર્ટના ચીફ એકઝીકયુટીવ ડગ મેકમીલનને જ કરવાનું થશે. સુરેશ કુમાર જર્મી કીંગના અનુગામી બન્યા છે.

(1:16 pm IST)