News of Wednesday, 29th May 2019
23 મે 2019 ના રોજ જન્મેલા મુસ્લિમ બાળકનું નામ રાખ્યું 'નરેન્દ્ર દામોદરદાસ મોદી : દુબઇ સ્થિત મુસ્લિમ બિરાદરે ભારતની ચૂંટણીના પરિણામોને દિવસે જન્મેલો પોતાનો પુત્ર પણ મોદી જેવો યશસ્વી નીવડે તેવી દુવા માંગી
દુબઇ : ભારતના ઉત્તર પ્રદેશના વતની ,દુબઇ સ્થિત મુસ્તાક અહમદ નામક મુસ્લિમ બિરાદરે 23 મે ના રોજ ભારતમાં જન્મેલા પુત્રનું નામ ' નરેન્દ્ર દામોદરદાસ મોદી ' રાખવા પત્નીને ભલામણ કરી છે.જયારે આ બિરાદરને પત્નીએ ફોન કરી પુત્ર જન્મની વધાઈ આપી ત્યારે તેમણે ચૂંટણી પરિણામો અંગે પણ પૂછતાં મોદી સમગ્ર દેશમાં છવાઈ ગયા છે તથા જંગી બહુમતી સાથે ફરીથી વડાપ્રધાન બનશે તેવું જાણવા મળતા તેમણે ભારતની ચૂંટણીના પરિણામોને દિવસે જન્મેલો પુત્ર પણ મોદી જેવો યશસ્વી નીવડે તેવી દુવા માંગી પુત્રનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવા પત્નીને સંમતિ આપી હતી.તથા ભારતના વડાપ્રધાન મોદી પોતાના ઘરની મુલાકાત લે તેવી ઉમ્મીદ વ્યક્ત કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(6:28 pm IST)