મુખ્ય સમાચાર
News of Tuesday, 29th May 2018

પંજાબના મુખ્‍યમંત્રી અને નવજોત સિંધ્‍ધુએ આચારસંહિતાનો ભંગ કર્યો

ચૂંટણી પંચને રિપોર્ટ મોકલાયા

ચંદીગઢઃ પંજાબના મુખ્‍ય ચુંટણી અધિકારીએ ચુંટણી પંચને રીપોર્ટ મોકલ્‍યો છે અને પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરીન્‍દર  સીંઘ તથા કેબીનેટ મંત્રી નવજોતસિંઘ સિધ્‍ધુએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યાનું જણાવી માર્ગદર્શન માંગ્‍યું છે.

પંજાબના કેબીનેટ પ્રધાન નવજોત સિંઘ સીધ્‍ધુ દ્વારા ટ્રીનીટી કોલેજ ખાતે પદવીદાન સમારંભમાં જાહેર કરવામાં આવેલ રૂપીયા દસ લાખની ગ્રાન્‍ટને આચારસંહિતાનો ભંગ ગણીને રાજયના મુખ્‍ય ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી પંચને રીપોર્ટ મોકલી આપવામાં આવ્‍યા છે. મુખ્‍ય ચુંટણી અધિકારી ડો. એસ. કરૂણાએ કહયું કે ચુંટણી પંચ તેના પર નિર્ણય લેશે.

(12:25 pm IST)