મુખ્ય સમાચાર
News of Tuesday, 29th May 2018

ભારત માત્ર યુએનનો પ્રતિબંધ માનશે ઈરાન પર યુએસનો પ્રતિબંધ નહીં:સુષમા સ્વરાજ

પરમાણુ કરારને બચાવવા ઈરાને માંગ્યું ભારતનું સમર્થન ;વિદેશ મંત્રી જાવદ જારીફે કરી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત :વિવિધ મુદ્દે ચર્ચા

 

નવી દિલ્હી ;વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇરાનના વિદેશમંત્રી જાવદ જરીફ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી દરમિયાન જરીફે પરમાણુ કરાર બચાવવા ભારતનું સમર્થન માંગ્યું હતું બેઠકમાં ઈરાન સાથે ક્રુડતેલનો વેપાર અને ચબહાર બંદરગાહ પરિયોજના પર મુખત્વે વાતચીત થઇ હતી 

  વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ઈરાન અને વેનેઝુએલા પર અમેરિકી પ્રતિબંધ છતાં ભારત બંને દેશો સાથે પોતાનો વેપાર ચાલુ રાખશે કારણ કે અમે માત્ર યુએનના પ્રતિબંધ માનીએ છીએ કોઈ બીજા દેશ તરફથી લગાવેલ પ્રતિબંધ અહીં ,ભારત પોતાની વિદેશું નીતિ કોઈના દબાણમાં આવીને બનાવતું નથી

   વિદેશ મંત્રલાયે નિવેદનમાં કહ્યું કે જરીફ અમેરિકા દ્વારા સમજૂતીની બહાર નીકળ્યા બાદ ઈરાનની સંયુક્ત બૃહદ કાર્યવાહી યોજનાના અંગે વાતચીત થઇ હતી

  વાળાએ સુષ્મા સ્વરાજે કહ્યું કે સમજુતીથી જોડાયેલ તમામ પક્ષોને મુદ્દાઓ શાંતિપૂર્ણ તરીકાથી ઉકેલવા જોઈએ જરીફે પરમાણુ કરાર પર ભારતનું સમર્થન માંગ્યું હતું જયારે ચીન અને રશિયા અને કેટલાક યુરોપિયન દેશો પણ કરારને યથાવત રાખવાના પક્ષમાં છે 

(12:00 am IST)