મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

એક્ઝિટ પોલમાં મમતાના તૃણમૂલ કોંગ્રેસનો ઘોડો આગળ દોડે છે

એબીપી અને સી વોટર તેમજ ટાઇમ્સ નાઉ અને સી-વોટરના એક્ઝિટ પોલમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ મોખરે

આજે આઠમાં તબક્કાનું મતદાન પૂરું થયા પછી એબીપી અને સી વોટરના એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને ૧૫૨ થી ૧૬૪ બેઠક મળતી બતાવાયેલ છે, જ્યારે બીજેપીને ૧૦૯ થી ૧૨૧ અને કોંગ્રેસને ૧૪ થી ૨૫ બેઠકો મળી રહી છે.
આ ઉપરાંત ટાઇમ્સ નાઉ અને સી-વોટરના એક્ઝિટ પોલમાં પણ તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં ૧૫૮ બેઠકો મળતી દર્શાવાયેલ છે. જ્યારે ભાજપને ૧૧૫ અને ડાબેરી પક્ષોને ૧૯ બેઠકો મળતી દર્શાવી છે.
બંને એક્ઝિટ પોલમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ મોખરે રહેલી દર્શાય છે

(7:51 pm IST)