મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને પૂછ્યું કે "મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે તેની માંગ કરતા વધારે ઓક્સિજન આપો છો, તો દિલ્હીને કેમ ઓછું આપો છો ?"

આજે દિલ્હી હાઈકોર્ટે રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની અછત અંગે નારાજગી વ્યક્ત કરી હતી.  હાઇકોર્ટે કેન્દ્ર સરકારને એ વાત  સમજાવવા કહ્યું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને માંગ કરતા વધારે ઓક્સિજન અને માંગ કરતા દિલ્હીને કેમ ઓછું ફાળવવામાં આવ્યું ?  ન્યાયાધીશ વિપિન સંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કેન્દ્રને સવાલ ઉઠાવ્યા છે.  હાઇકોર્ટની બેંચે સરકારને કાં તો આ માટે વાજબી અને તાર્કિક કારણ જણાવવા અથવા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓક્સિજન ફાળવવાના તેના હુકમમાં ફેરફાર કરવા જણાવ્યું હતું.

 સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતાં બેંચને કહ્યું હતું કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની માંગ કરતા વધુ ઓક્સિજન આપવા માટે સરકાર યોગ્ય અને તાર્કિક કારણો આપશે.  મહેતાએ ખંડપીઠને જણાવ્યું હતું કે ઘણાં રાજ્યો એવા છે કે જેમને માંગ કરતા ઓછા ઓક્સિજન ફાળવવામાં આવ્યા છે.

(5:08 pm IST)