મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

જો તમે ઘરે ૧૦ કલાક AC ચલાવો છો તો કેટલું વીજળીનું બિલ આવશે?

નવી દિલ્હી, તા.૨૯: ઉનાળાની ઋતુની શરૂઆત થતા જ દ્યરમાં AC અને કૂલરની વાતો શરૂ થઇ જાય છે. ઘણાં લોકો કૂલર લાવવાનો પ્લાન બનાવે છે, તો દ્યણાં લોકો એસી ખરીદવા પર વિચાર કરે છે. જયારે પણ વાત એસી ખરીદવાની આવે છે, તો સૌથી વધારે ચર્ચા થાય છે એસીની રેટિંગ અને તેના વીજળીના બિલ. તમે એવા દ્યણાં અહેવાલ વાંચ્યા હશે, જેમાં કહેવામાં આવે છે કે તમારા ઘર માટે કઇ એસી સારુ રહેશે. જો વીજળીનું બિલ કેટલું આવશે, તેની ગણતરી કરવી મુશ્કેલ થઇ જાય છે. આજે અમે તમને એસીના વીજળીનું બિલ કેટલું આવશે, તેના ગણિત વિશે જણાવીશું. ચાલો જાણીએ તેના વિશે.

જો એસીની વાત કરીએ, તો એ વાત હકીકત છે કે જેટલા વધારે સ્ટાર, એટલું બિલ ઓછું. જો રેટિંગ ઓછી હોય છે, તો વીજળીનો વપરાશ પણ વધશે અને બિલ વધી જશે. પરંતુ, જો તમે એસી ઓછી ચલાવો છો અને તમારુ રૂમ નાનું છે, તો તમે ઓછી રેટિંગની પણ એસી લઇ શકો છો. એવામાં તમે સહેલાઇથી બિલ પર કન્ટ્રોલ કરી શકો છો અને તેના માટે ખાસ વાત એ છે કે એસી તમારા ઉપયોગ અને રૂમની સાઇઝના હિસાબથી ખરીદો.

જો તમારા એસીની બિલની ગણતરી કરીએ, તો તમારી પાસે ૫ સ્ટાર રેટિંગ એસી છે, તો બિલ ઓછું આવશે. જયારે તે એસી એક ટનનો છે, તો દૈનિક ૧૦ કલાક ચાલે છે અને ૮ મહિના સુધી તેને ચલાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ૨૧૬૦ યૂનિટ ખર્ચ થાય છે. એવામાં તમે તમારા રાજયના વિજળી યૂનિટ રેટના હિસાબથી અંદાજો લગાવી શકો છો કે ૮ મહિનામાં કેટલું વીજળી બિલ આવશે.

જો તમે ૫ સ્ટાર રેટિંગનો ૧.૫ ટનનો AC ખરીદો છો અને ૮ મહિના સુધી દૈનિક ૧૦ કલાક ચલાવો છો, તો તમારા ૨૮૮૦ યૂનિટ ખર્ચ થશે. એવામાં તમે અંદાજ લગાવી શકો છો કે કેટલું વીજળીનું બિલ આવશે. ઘણા અહેવાલ મુજબ ૫ સ્ટાર રેટિંગના ૧ ટનવાળો એસી અંદાજે ૧૧૨૫ KWH/Units અને ૧.૫ ટનવાળો ૧૧૫૦ KWH/Units ખર્ચ કરે છે. જયારે ૩ સ્ટારવાળો એસી ૧૧૬૦ KWH/Units અને ૧.૫ ટનવાળો ૧૬૧૦ KWH/Units વીજળી ખર્ચ કરે છે.

(3:50 pm IST)