મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કેરળના પહેલા મહિલા ડીજીપી પોતાની જ પોલીસ ઉપર અવગણના કરવાનો આરોપ લગાવ્યો, વર્ણવી આપવીતી

ઓનલાઇન કંપનીની છેતરામણીનો ભોગ બનેલા : ફરિયાદ ઉપરથી કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આરોપ

તીરૂવંતપુરમ(કેરળ), તા. ૨૯: જુનમાં કેરળની પહેલી મહિલા મહાનિર્દેશક(ડીજીપી) બનીને ડીસેમ્બરમાં સેવાનિવૃત્ત્િ। થયા, આરશ્રીલેખા એ પોતાના પોલીસ સ્ટાફ પર અવગણનાકર્યાનો આરોપ લગાવ્યો છે, રાજયની તમામ પોલીસ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યાની સાથે આરોપ લગાવ્યો છે કે તેમને કરેલ ફરિયાદને ધ્યાનમાંના લઈને તેને સાઇડમાંકરી દેવામાં આવી છે, તેને કેરળ પોલીસ ફરિયાદને ઈન્ટરનેટ મીડિયાના માધ્યમથી લોકી સામે રજુ કરી હતી, તેમને કહ્યું કે રાજયની પૂર્વ ડીજીપી છુ છતાં પોલીસે મારી ફરિયાદને પ્રાધાન્ય નથી આપ્યું.

પોતાની સાથે બનેલી ઘટનાને વિગતવાર જણાવતા કહ્યું કે પોતે એક ઓનલાઈન કંપનીની છેતરામણીનો ભોગ બન્યા છે, ૬ અપ્રિલે તેમને બ્લુટુથ એરફોન માટે ઓનલાઈન ખરીદી કરી હતી. ૧૪ અપ્રિલે કંપનીએ કહ્યું કે તેમનો સમાન મોકલવામાં આવી રહ્યો છે, જયારે સમાન આવ્યો ત્યારે તેના દરવાજેથી તેમના સહયોગીએ પૈસા આપીને લીધો હતો, તાય્રેજ તેમને ઓપરેશન કરાવ્યું હતું જેથી તે આરામ કરી રહ્યા હતા, જેના કારણે તેને પેકિંગ ખોલવાનો સમય નોહ્રતો મળ્યો, જયરે તે સ્વસ્થ થયા ત્યારે તેમને પેકિંગ ખોલ્યું અને ખોલતાની સાથે તે ચોકી ગયા તેમાં તૂટેલું બ્લુટુથ એરફોન હતું, તેનું ફરિયાદ કંપનીને કરતા ત્યાના કર્મચારીઓએ નજર અંદાજ કરી દીધું, અને નવા બ્લુટુથ એરફોન આપવાની ના પડી દીધી અને પૈસા પાછા આપવાની પણ ના કહી દીધી, તેમને કહ્યું કે પોલીસ ફરિયાદ કરી શકો છો પણ સમાન પાછો રાખવા કે નવો આપવામાં નહિ આવે,

ત્યાર પછી તેને તરતજ મ્યુઝયમ પોલીસને ફોન કરીને બધી વાત કરી પણ પોલીસ અધિકારી વ્યસ્થ હોવાનું જણાવી પછી ફોન કરવા કહ્યું હતું, ત્યાર બાદ પોલીસ અધિકારીએ મને ફોન કરીને તમામ માહીતી મેળવી હતી, મેં તરતજ ઈ-મેઈલ કરીને તમામ ફરીયાદ્દ મોકલી હતી, પણ હજી સુધી તેની તપાસ હાથ ધરવામાં નથી આવી, તેમને કહ્યું કે મારી ફરિયાદ પર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આ વાત પર કોઈ વિશ્વાસ ન કરી શકે કેમકે હું પોલીસની ડીજીપી હતી.

(3:49 pm IST)