મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

મોદી રાજીનામુ આપે...એવા હૈશટૈગને ફેસબુકે બ્લોક કર્યુઃ હોબાળો થતા રીસ્ટોર કર્યુ

ફેસબુકે ઉતાવળે બ્લોક કર્યુ બાદમાં ભૂલ સ્વીકારીઃ સરકારે બ્લોક કરવા સૂચના નહોતી આપી તેવુ જણાવ્યું

નવી દિલ્હી, તા. ૨૯ :. દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે બેડને લઈને ઓકિસજન સુધીની અછત છે એવામાં સોશ્યલ મીડીયા પર લોકો કેન્દ્ર સરકાર અને પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના હૈશટૈગ સાથે સરકારને સાણસામા લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સંદર્ભમા ફેસબુક પર પીએમ મોદીના રાજીનામાની માંગણી કરતુ એક હૈશટૈગ ચાલ્યુ કે રીઝાઈન મોદી. પરંતુ બાદમાં ફેસબુકે તેને થોડા સમય પછી બ્લોક કરી દીધું. આ હૈશટૈગને બ્લોક કરવાના મામલાએ હોબાળ ો મચાવ્યો અને યુઝરે ફરીયાદ કરી તો ફેસબુકે પોતાની ભૂલ સ્વીકારી અને બાદમાં તેને બહાલ કરી દીધુ હતું.

આજે ફેસબુક એ સમયે વિવાદોમાં આવી ગયુ જ્યારે તેણે હૈશટૈગ રીઝાઈન મોદીને કામચલાઉ બ્લોક કરી દીધુ. થોડા કલાકો પછી ભૂલ સ્વીકારી બહાલ પણ કરી દીધું. ફેસબુકના પ્રવકતાએ કહ્યુ હતુ કે અમે ભૂલથી તે બ્લોક કરી દીધુ હતુ અમને ભારત સરકારે આવુ કરવા નહોતુ કહ્યું. હવે તેને રીસ્ટોર કરી દીધુ છે.

(3:48 pm IST)