મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કાલ રાતથી મંગળવાર સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય

કોરોનાના કેસો પર નિયંત્રણ માટે યુપીમાં કડક પગલાં : એક દિવસ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને મોટા શહેરોમાં ૧૪ દિવસના લોકડાઉનનો આગ્રહ કર્યો હતો

લખનૌ, તા. ૨૯ : ઉત્તરપ્રદેશમાં અચાનક કોરોના વાયરસના કેસોનો ધડાકો થતા હવે રાજ્યનું વહીવટી તંત્ર સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. જેમાં હવે વિકએન્ડમાં એક દિવસનો વધારો કરી દેવામાં આવ્યો છે. યોગી સરકારે મહત્વનો નિર્ણય લઈને શુક્રવાર રાત્રે વાગ્યાથી મંગળવારે સવારે વાગ્યા સુધી યુપીના તમામ જિલ્લામાં લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. એક દિવસ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકારને મોટા શહેરોમાં ૧૪ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આગ્રહ કર્યો હતો.

યોગી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો ઈનકાર કરી દીધો પરંતુ સંક્રમણની ગતિને જોતા હવે વીકએન્ડ લોકડાઉનને ધીરે-ધીરે વધાર્યું છે. પહેલા એક દિવસના લોકડાઉનને વધારીને બે દિવસનું કરવામાં આવ્યું હતું. પછી હવે તેમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો. પાછલા દિવસથી યુપીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

ઉત્તરપ્રદેશમાં પાછલા ૨૪ કલાકની અંદર ૨૯,૮૨૪ નવા દર્દીઓ ઉમેરાયા છે, જ્યારે ૩૫,૯૦૩ દર્દીઓ સાજા થયા છે. જોકે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે, બુધવારે યુપીમાં કુલ ૨૬૬ દર્દીઓના કોરોના વાયરથી મોત થઈ ગયા હતા. કુલ મળીને રાજ્યનો મૃત્યુઆંક ૧૧,૯૪૩ પર પહોંચી ગયો છે. રાજ્યમાં ૭૫ જિલ્લામાંથી ૬૦માં કોરોનાથી દર્દીઓના મોત નોંધાયા છે.

યુપીમાં દિવસોમાં ઓક્સિજન, બેડ, દવાઓના અભાવની ખબરો આવી રહી છે. આવામાં ઘણાં દર્દીઓએ જીવ ગુમાવવા પડી રહ્યા છે. જેને લઈને અલ્હાબાદ સરકારે બુધવારે રાજ્યની યોગી આદિત્યનાથની સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે પણ સવાલ ઉઠાવ્યો હતો કે યુપીમાં પંચાયતની ચૂંટણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન શા માટે નહોતું કરાયું?

સિવાય કોર્ટે 'હાથ જોડીને' ફરી એકવાર યુપી સરકારને ૧૪ દિવસનું મોટો શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી. જણાવી દઈએ કે પહેલા અલ્હાબાદ કોર્ટે રાજ્યના મોટો શહેરોમાં લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો હતો, જેનું સરકારે પાલન કરવાનો ઈનકાર કરી દીધો હતો. પછી ફરીવાર કોર્ટે સરકારને લોકડાઉન અંગે જણાવ્યું હતું. સરકારે લોકોની આજીવિકા પર સંકટનું કારણ રજૂ કરીને સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. પછી સુપ્રીમ કોર્ટે સરકારને યોગ્ય પગલું ભરવા અંગે કહ્યું હતું જેમાં યોગી સરકારે કોરોનાના કેસને વધતા અટકાવવા માટે કેટલાક કડક પગલા ભરવાની ફરજ પડી.

(7:58 pm IST)