મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

ચારે બાજુ ડીલેવરીની ડીમાન્ડથી ઇ-કોમર્સ કંપનીઓ થઇ ઘાંઘી : નિયત સમયના વાયદા તુટવા લાગ્યા

આ વખતે અલગ અલગ રાજયોમાં અલગ અલગ પ્રકારના લોકડાઉનથી થોડી વિટંબણાઓ

મુંબઇ તા. ૨૯ : રાજયોમાં લોકડાઉન લાગતાની સાથે જ ઓનલાઇન બીઝનેશ ધરાવતી ફલીપકાર્ટ, એમેઝોન, બીગ બાસ્કેટ જેવી કંપનીઓ કામના ભારણથી ઘાંઘી થઇ ગઇ છે. ચારે બાજુથી ડીલેવરીની ડીમાન્ડ નીકળી પડતા સમયસર ડીલેવરીના વાયદાઓને પહોંચી ન વળાય તેવી સ્થિતી જન્મી છે.

બધી ઇ-કોમર્સ કંપનીઓ પાસે ઓર્ડરોના ઢગલા થઇ પડયા છે. માંગને પહોંચી વળવા ઝઝુમવુ પડે તેવી હાલત નિર્માણ પામી છે.

એક મોટી ઇ-કોમર્સ કંપનીના અધિકારીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે લોકડાઉન ખુબ કડક હતુ. દરેક રાજયોમાં સરખા નિયમો હતા. પરંતુ આ વખતે દરેક રાજયોમાં અલગ અલગ નિયમો છે. કયાંક અંશતઃ લોકડાઉન છે તો કયાક સંપૂર્ણ લોકડાઉન છે. તેમજ ઉત્પાદનોને પણ અલગ અલગ દાયરામાં મુકવામાં આવ્યા છે. એટલે ડીલેવરીમાં થોડી વિટંબણાઓ સર્જાઇ છે.

કર્ણાટક સરકારે ૨૭ એપ્રિલની રાત્રીથી ૧૨ મે સુધી લોકડાઉન લાદયુ છે. પરંતુ ઇ-કોમર્સને બધા જ ઉત્પાદનોની ડીલેવરીની છુટ આપી છે. જયારે મહારાષ્ટ્રમાં થોડુ અલગ છે. ઇ-કોમર્સને પણ આવશ્યક ઉત્પાદનોની ડીલેવરી માટે જ છુટ મળી છે. આમ આ વખતના લોકડાઉનમાં રાજયો રાજયોમાં દ્વીધા સર્જાઇ છે.

(12:51 pm IST)